Abtak Media Google News

સરકારે ઓછી ભીડભાડ વાળા અને ટુરિસ્ટ રૂટો પર ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ઓફર મંગાવી

શરૂઆતના અનુભવ જાણ્યા બાદ રેલવે પોતાના ટુરિઝમ અને ટિકિટીંગ બોડી આઈઆરસીટીસીને બે ટ્રેનના સંચાલનની જવાબદારી સોંપે તેવી શકયતા

સરકાર કેટલાક રૂટો પર પેસેન્જર ટ્રેનોના સંચાલનની જવાબદારી ખાનગી કંપનીઓને આપવા ગંભીરતાથી વિચાર કરી રહી છે. રેલવે બોર્ડના એક દસ્તાવેજ પ્રમાણે સરકાર આવનારા ૧૦૦ દિવસ દરમિયાન ઓછી ભીડભાડ વાળી અને ટુરિસ્ટ રૂટો પર ટ્રેન ચલાવવા માટે પ્રાઈવેટ કંપનીઓ પાસેી બોલી મંગાવી છે.  શરૂઆતના અનુભવ કેવા રહે છે તે જાણ્યા બાદ રેલવે પોતાના ટુરિઝમ અને ટિકિટીંગ બોડી આઈઆરસીટીસીને બે ટ્રેનના સંચાલનની જવાબદારી સોંપી શકે છે તે અંતર્ગત ટિકિટ અને ટ્રેનોની અંદર સેવાઓ આપવાની જવાબદારી આઈઆરસીટીસીને અપાષ અને બદલામાં રેલવેને એક નિશ્ર્ચિત રકમ મળશે.

આ ટ્રેન મોટા-મોટા શહેરોને જોડતા સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગો પર ચાલશે. રેલવે રેંકોની જવાબદારી પણ આઈઆરસીટીસીને જ સોંપાશે. બદલામાં રેલવેની ફાઈનાન્સિંગ બોડી આઈઆરએફસીને વાર્ષિક લીઝ ચાર્જ આપશે. ત્યારબાદ રેલવે ખાનગી કંપનીઓ સારું કામ કરે તેની તક આપશે જેી ખ્યાલ આવી શકે કે કઈ કઈ કંપની રાત-દિવસ ચાલનારી અને મહત્વપૂર્ણ શહેરોને જોડનારી પેસેન્જર ટ્રેનોના સંચાલનના અધિકાર હાંસલ કરવા આગળ આવી શકે છે. આ વાત રેલવે બોર્ડના બધા સભ્યો અને ટોપ ઓફિસરોને મળેલી બોર્ડના ચેરમેન વી.કે.યાદવે સંદેશમાં કહ્યું છે. પત્રમાં કહ્યું છે કે, રેલવે પ્રાઈવેટ કંપનીઓ કંપનીઓને આમંત્રીત કરતા પહેલા ટ્રેડ યુનિયનો સો સંપર્ક કરશે.

આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા લોકો પાસે ટિકિટો પર સબસીડી છોડવાની અપીલ કરવાનું વિશાળ અભિયાન ચલાવશે. ટિકિટ ખરીદતા સમયે બુક કરતી વખતે યાત્રીઓને સબસીડી લેવા કે છોડવાનો વિકલ્પ આપવામાં આવશે. રેલવે ટિકિટ પર સબસીડી છોડવાનું અભિયાન ઉજ્જવલા યોજના જેવું જ હશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર્આકિ રીતે સક્ષમ લોકો પાસેી એલપીજી સબસીડી છોડવાની અપીલ કરી હતી. ત્યારબાદ પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેતાઓને ફોન કરી સબસીડી છોડવા જણાવ્યું હતું. રેલવેના જણાવ્યા પ્રમાણે તેને યાત્રી પરિવહન અંતર્ગત માત્ર ૫૩ ટકા હિસ્સો જ યાત્રીઓ પાસેી મળે છે.

વર્ષ ૨૦૧૫માં ર્અશાથી વિવેક દેબરોયની અધ્યક્ષતા વાળી સમિતિએ રેલવેમાં ઘણા બધા બદલાવની સિફારીશ કરી હતી. સમિતિના રિપોર્ટમાં ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા અને રેલવે બજેટ ખતમ કરવાની સુચન અપાયું હતું. જો કે, સરકારે અલગી રેલવે બજેટ રજૂ કરવાની પરંપરા તો ખતમ ઈ ગઈ પરંતુ ખાનગી કંપનીઓના હો ટ્રેનોના સંચાલનની જવાબદારી સોંપવામાં પ્રસ્તાવ નૈપથ્યમાં જતો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.