બજરંગ મિત્ર મંડળ દ્વારા કાલે દાંતના રોગોનો નિદાન કેમ્પ

બાન લેબના સહયોગથી વિના મૂલ્યે દવા અપાશે

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા ૦૫ને રવિવારના રોજ સવારે ૯:૩૦ દાંતના વિવિધ પ્રકારના રોગો માટે દંત ચિકિત્સક ડો. બ્રિજેશભાઇ સોનીની સેવાઓ મળે છે જેમાં પાયોરિયા, દાતાનો સડો, મોઢામાંથી દુર્ગધ આવવી તથા હલતા દાંતો પાડી આપવા વગેરે તમામ દાંતના રોગોનું નિદાન તથા સારવાર વિનામૂલ્યે દવાઓ સાથે આપવામાં આવે છે. આ સાથે જ દર રવિવારે બપોરે ૩.૩૦ સુધી ટ્રસ્ટના કાર્યાલય, ૯ રધુવીરપરા, ગેરેડીયા કુવા પછાળ, રાજકોટ ખાતે હઠીલા તેમજ અસાધ્ય દર્દો માટે આયુવેદિક પદ્ધતિથી સહેરના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી દ્વારા નિદાન કરી દર્દીઓને સાજા ના થાય ત્યાં સુધી બાન લેબ પ્રા. લી.ના સંચાલક મૌલેશભાઇ પટેલ તેમજ બજરંગ ટ્રસ્ટના આર્થીક સહયોગથી વિનામૂલ્યે દવાઓ અપાશે.

કેમ્પની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના તથા મંત્રી કે.ડી. કારિઆ, ધેર્યભાઇ રાજદેવ, રોહિતભાઇ કારિઆ, મનુભાઇ ટાંક, ચંદુભાઇ ગોળવાળા, રીનાબેન સોની, રાજુભાઇ બુદ્ધદેવ, દિનકરભાઇ રાજદેવ, પ્રવીણભાઇ ગેરિયા, મનીષભાઇ વસાણી, અરજણભાઇ પટેલ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ, દિનેશભાઇ આડેસરા, શબ્બીરભાઇ ભારમણ, રત્નાબેન મહેશ્ર્વરી વગેરેએ જેહમત ઉઠાવી રહ્યા છે.

દર્દીઓને  પોતાની ફાઇલ સાથે કેમ્પના સ્થળે હાજર રહેયુ વધુ વિગત માટે મો.૯૪૨૬૮ ૪૫૫૫૭ ઉપર કે.ડી. કારિઆનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

Loading...