Abtak Media Google News

રાજયમાં પાણીજન્ય રોગચાળાનાં ૧૪.૮૯ લાખ કેસો નોંધાયા: આરોગ્ય તંત્ર ઉંધા માથે

ગુજરાત રાજયમાં ડેન્ગ્યુનો કાળો કહેર વરસ્યો છે જેનાં કારણે ગત એક સપ્તાહમાં ૫૦૦૦થી વધુ કેસો નોંધાયા છે જેમાં પાણીજન્ય રોગચાળાનાં કેસો વિશે વાત કરવામાં આવે તો આંકડો ૧૪ લાખને પાર પહોંચી ગયો છે ત્યારે રાજયનું આરોગ્યતંત્ર પણ ઉંધા માથે થઈ કામગીરી કરી રહ્યું છે. હાલ રાજયભરમાં ડેન્ગ્યુનાં આંકડા વિશે જો માહિતી લેવામાં આવે તો ૪૮૧૩ કેસો નોંધાયા છે જયારે મેલેરિયાનાં કેસોની સંખ્યા ૧.૧૨ લાખથી વધુ ગઈ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય તંત્ર ફોગીંગ દવાનાં છટકાવની કામગીરી શરૂ કરી દીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે. સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહ વિશે જો માહિતી લેવામાં આવે તો તે સપ્તાહમાં ડેન્ગ્યુનાં કેસોમાં ૩૫ ટકાનો વધારો નોંધાયો હતો. જયારે ચિકનગુનિયાનાં કેસોમાં ૩૬ ટકાનો વધારો નોંધાયો છે. ડેન્ગ્યુનો કહેર સૌથી વધુ અમદાવાદ, જામનગર, વડોદરામાં જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદમાં ૫૨૨ ડેન્ગ્યુનાં કેસો નોંધાયા છે જયારે જામનગરમાં ૨૦૬, વડોદરામાં ૧૨૮ કેસો નોંધાયા છે. રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે જેમાંથી ૧૧૭ કેસ સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યભરમાંથી ચોમાસાએ વિદાય લેતા ડેન્ગ્યુ પણ કહેર વરસાવી રહ્યો છે. રાજ્યનું એક પણ શહેર એવું નથી જ્યાં ડેન્ગ્યુના કેસ ન જોવા મળ્યા હોય. ખાસ કરીને છેલ્લા ૪ અઠવાડિયાથી તો પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે. જો આમને આમ જ રહ્યું તો આ ઈન્ફેક્શન પબ્લિક ઈમરજન્સીમાં ફેરવાઈ જશે. ૨૬ ઓગસ્ટથી ૨૯ સપ્ટેમ્બરની વચ્ચે લેબોરેટરીએ પણ ડેન્ગ્યુના કેસો વધ્યા હોવાની વાતની પુષ્ટિ કરી છે. ૨૬મી ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધીમાં ૫૮૧ કેસો નોંધાયા હતા જેની સંખ્યા વધીને ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બરની વચ્ચે ૧,૬૫૯ થઈ ગઈ હતી. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસોની સંખ્યા પણ એટલી જ છે. આ આંકડો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ૨,૨૯૧થી વધીને ૪,૯૧૯ પર પહોંચ્યો હતો. આ સંખ્યામાં રાજ્યના જિલ્લાઓની ખાનગી હોસ્પિટલના રિપોર્ટને સામેલ કરાયા નથી તેમ રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસો તેના આગળના અઠવાડિયા કરતાં ૩૫ ટકા વધારે નોંધાયા હતા, જ્યારે ચિકનગુનિયાના ૩૬ ટકા વધારે કેસો જોવા મળ્યા હતા. અમદાવાદ, જામનગર અને વડોદરા આ ત્રણ એવા શહેરો છે જ્યાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં ડેન્ગ્યુના ૫૨૨ કેસો નોંધાયા હતા જ્યારે જામનગરમાં આ કેસોની સંખ્યા ૨૦૬ અને વડોદરામાં આ આંકડો ૧૨૮ હતો. વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવતા શહેરોમાં ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળ્યા છે તેમ હેલ્થ વિભાગના અધિકારીઓએ જણાવ્યું. ડાંગ, દાહોદ, આણંદ અને નડિયાદમાં પણ કેસો વધ્યા છે.

જિલ્લાના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે રાજકોટ (ગ્રામીણ)માં જુલાઈથી લઈને અત્યારસુધીમાં ૨૦૦થી વધારે કેસો નોંધાયા છે. જેમાંથી ૧૧૭ કેસ તો માત્ર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નોંધાયા હતા. આ જ સમયે રાજકોટ મહાનગર પાલિકાની હદમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ૨૪૫ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. જો કે આ સીઝન દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું છખઈનું કહેવું છે. જામનગરમાં શુક્રવાર સુધીમાં છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના કુલ ૫૯૫ કેસ નોંધાયા હતા, જેમાંથી ઓક્ટોબર મહિનાના પહેલા ૧૧ દિવસમાં જ ૨૭૦ કેસ નોંધાયા હતા. જામનગર શહેરમાં જુલાઈથી લઈને અત્યારસુધીમાં ડેન્ગ્યુના કારણે ૫ લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના ૧૦૦થી વધારે પોઝિટિવ કેસો નોંધાયા છે. ગત સોમવાર સુધીમાં જૂનાગઢમાં પણ ડેન્ગ્યુના ૪૦૦ જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.