Abtak Media Google News

ડેન્ગ્યુના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયેલા કરતા અનેકગણા ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ

પાણીજન્ય મચ્છરોથી થતાં ડેન્ગ્યુ રોગ ભારતમાં પ્રવેશ્યો ત્યારે યોગ્ય જાણકારીના અભાવે સારવારમાં વિલંબ થતા દર્દીઓના ટપોટપ મૃત્યુ થવા લાગ્યા હતા. જેથી ડેન્ગ્યુએ દેશભરમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો અને ડેન્ગ્યુનો યાનું પુરવાર થતા દર્દીઓ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ થઈ જતાં હતાં. ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર માટેની સુવિધાઓનો અભાવ હોય તમામ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવી પડતી હતી. જેના કારણે સરકારી ચોપડાઓમાં ડેન્ગ્યુના દર્દીઓની મોટી સંખ્યાં દર્શાતી હતી. પરંતુ આ રોગ અંગેની જાગૃતતા બાદ અને મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુની સારવાર ઉપલબ્ધ હોય સિવિલ હોસ્પિટલોમાં ડેન્ગ્યુના સારવાર લેનારા દર્દીઓની સંખ્યા ઘટી જવા પામી છે. જેની સરકારી ચોપડાઓમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઘટી જવા પામી છે. પરંતુ હકિકતમાં રાજ્યભરમાં ડેન્ગ્યુએ કાળો કેર મચાવ્યો હોય તેમ દિવસે-દિવસે તમામ હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓી ખાટલા ઉભરાય રહ્યાં છે.

ગુજરાતભરની જેમ અમદાવાદ શહેરમાં પણ ડેન્ગ્યુના રોગે કહેર મચાવ્યો છે. જેને નિયંત્રણમાં લેવા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કમરકસી છે. મચ્છરજન્ય ઉપદ્રવ વચ્ચે મ્યુનિ. તંત્રએ છેલ્લા ૧૨ દિવસમાં ૧૨૩૬ એકમો તપાસી ૪૦ મોલ, મલ્ટિપ્લેક્સ હોટેલ, પ્રાઇવેટ હોસ્પિટલ, ગર્વમેન્ટ, મ્યુનિ. એકમોને સીલ કરી ૨.૫ લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. ૧૨ દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યુના ૪૦૦થી વધુ કેસો નોંધાયા છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ૧૨ દિવસમાં પશ્ચિમ ઝોનમાં ૫૦૩, પૂર્વ ઝોનમાં ૧૭૧, દક્ષિણ ઝોનમાં ૧૪૭ સહિત ૧૨૩૬ એકમોની તપાસ કરી હતી. જેમાં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો મળી આવતાં કે ગંદકી જોવા મળતા ૧૮૪ એકમોને નોટિસ પાઠવી હતી. કોર્પોરેશને મધ્ય ઝોનમાંથી રૂ.૫૭ હજાર, દ.પશ્ચિમ ઝોનમાંથી ૪૬ હજાર તેમજ પશ્ચિમ ઝોનમાંથી ૩૭ હજારનો દંડ વસૂલ્યો હતો. જ્યારે પશ્ચિમ ઝોન એકમાં ૩૩ જેટલી સાઇટો સીલ કરી દીધી છે. આ ચેકિંગ તપાસમાં જોધપુરના સત્યમમોલ, વોડાફોન હાઉસ, ખાડિયા ન્યૂ ક્લોથ માર્કેટ, ચાંદલોડિયામાં બાબ સાહેબ ઓપન યુનિ.માં મચ્છરોના લારવા મળી આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ સરકારી હોસ્પિટલમાં રોગચાળાના આંકડા ૪૦૦ ડેન્ગ્યુના, ૨૩૧ ટાઈફોઈડના, ૧૭૪ મેલેરિયાના, ૧૪૧ ઝાડા-ઊલટીના અને ૧૩૧ કમળાના કેસો નોંધાયા છે. અમુક સનો પર આરોગ્ય વિભાગની બેવડી નીતિ પણ જોવા મળી છે.  સોલા ગામના તળાવ, પાલડી મેટ્રો રેલ પ્રોજેકટ, પ્રહલાદનગર પંપિંગ સ્ટેશનમાં મચ્છરો મળી આવ્યા હતા. જેમાં માત્ર નોટિસ અપાઈ સંતોષ માન્યો હતો જ્યારે અલગ અલગ દુકાનો, હોસ્પિટલ, બેન્ક , એટીએમમાંથી મચ્છરો મળતા તેને સીલ મારી દીધા હતા. આજે ૧૨૩૬ જેટલી જગ્યાઓ તપાસી હતી. ૧૮૪ એકમોને નોટિસ આપી હતી. ૪૦ જેટલા મોલ, દુકાનો અને બેંકને સીલ માર્યું છે. મ્યુનિ સંચાલિત પંપિંગ સ્ટેશનને દંડ ફટકાર્યો નથી. ખાનગી મિલકતોમાંથી મચ્છર મળતા તેમને નોટિસ આપી કુલ રૂ.૨.૫૦ લાખનો દંડ વસૂલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.