Abtak Media Google News

મોટા મવાથી સરીતા વિહાર તરફ જતા ટીપી નં.૧૦ના રોડ પર ખડકાયેલા બાંધકામો તેમજ ખેતરની જમીન પર બુલડોઝર ફર્યું

મોટા મવાથી સરીતા વિહાર તરફ જતા ટીપી નં.૧૦માં આવતા ૬૦ ફૂટ રોડને ખુલ્લો કરાવવા માટે રૂડા દ્વારા આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રોડની જગ્યા પર ખડકવામાં આવેલા બાંધકામો તેમજ ખેતરની જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ટીપી નં.૧૦માં મોટા મવાથી સરીતા વિહાર તરફ ૬૦ ફૂટનો રોડ દર્શાવવામાં આવ્યો છે. હકીકતમાં આ રોડ હતો જ નહીં. આ રોડ પર ખેતર તેમજ બાંધકામોનું દબાણ કરવામાં આવેલુ હતું. ત્યારે આજરોજ રૂડા દ્વારા આ ૬૦ ફૂટ પહોળા રોડને ખુલ્લો કરાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. રૂડાના મામલતદાર અર્જૂન ચાવડાની આગેવાનીમાં હાથ ધરાયેલા આ ડિમોલીશનમાં નર્સરી, વોટર પ્લાન્ટ તેમજ ઓરડી ઉપરાંત ખેતરની જમીન પર બુલડોઝર ફેરવીને ટીપીના ૬૦ ફૂટ પહોળા રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. કુલ ૮૦૦ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી હજુ પણ યથાવત હોવાનું મામલતદારે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.