Abtak Media Google News

વન-ડે-વન રોડ અંતર્ગત મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાની કામગીરી: પાર્કિંગને નડતર‚પ દબાણોનો કડુસલો બોલાવાયો

મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાએ આજે વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ડિમોલીશન હા ધર્યું હતું. જેમાં કુલ ૩૬ દુકાનોના હોર્ડિંગ, છાંપરા, સાઈન બોર્ડ અને ઓટા સહિતના દબાણો હટાવીને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. વન-ડે-વન વોર્ડ અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખાએ દુકાનોના દબાણોનો કડુસલો બોલાવી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી હતી.2 45આજરોજ કમિશનર બંછાનિધિ પાનીની સુચના તા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વન-ડે-વન રોડ અંતર્ગત વેસ્ટ ઝોનના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. કુલ ૩૬ દુકાનોના ઓટા, છાંપરા, સાઈન બોર્ડ અને હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવતા ઓમ સાંઈ શક્તિ મોબાઈલ, ટ્રેકોન કુરીયર, મા‚તી સુઝુકી, રામ ફેમીલી રેસ્ટોરન્ટ, ડીટીડીસી કુરીયર, કલાસીક ફીટનેશ, ડિલેકસ હોટલ, રજવાડી હોમ ડેકોર, મયુર ભજીયા, ડિલકસ પાન, ડિલકસ પાન પાસેની દુકાન,3 35 વોડાફોન સ્ટોર, શક્તિ સ્ટીલ, ઉમિયા પ્લાયવુડ, એચ-૬ એસ ફૂડ, રાધે હોટલ, ક્રિષ્ટલ કોર્નર કોમ્પલેક્ષ, પટેલ પાન, શિવમ પેઈટ્સ, ખોડીયાર હોટલ, ખોડીયાર ડિલકસ, શુભમ ડિલકસ, ધર્મરાજ વડાપાંઉ, ક્રિષ્ના મોબાઈલ, રાધિકા રેસ્ટોરન્ટ, શિવાની બેટરી, ચામુંડા સ્ટેશનરી, જગદીશ ગ્લાસ, જેઠવા સીટ કવર, લેટેસ્ટ મોબાઈલ, પ્રિમીયર ઓટો મોબાઈલ, શ્રીનાજી ઈલેકટ્રીક, પૂનમ ટિમ્બર, વિશાલ એન્ટરપ્રાઈઝ, યુનાઈટેડ સોલ્યુશન અને ખોડલ એક્રેલીક લેટર દ્વારા પાર્કિંગની જગ્યામાં કરવામાં આવેલા નડતર‚પ દબાણનો કડુસલો બોલાવવામા આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.