Abtak Media Google News

માર્જીન પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા લોખંડના પતરા, સાઈન બોર્ડ, એંગલ, ટેબલ, ઓટાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના રૈયા રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. બાપા સીતારામ ચોકથી આમ્રપાલી ચોક પાસે સદગુરુ બિલ્ડીંગ સુધીના વિસ્તારમાં ૫૧ સ્થળોએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ઓટા અને છાપરા સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.1 113આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીની એપીપી પી.ડી.અઢીયાએ જણાવ્યું હતું કે, રાજમાર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા અંતર્ગત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા બનાવવામાં આવેલા એકશન પ્લાન મુજબ વન-ડે વન રોડ ઝુંબેશમાં માર્જીન પાક્રીગની જગ્યા ખુલ્લી કરાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવે છે2 99જે અંતર્ગત આજે રૈયા રોડ પર બાપા સીતારામ ચોકથી આમ્રપાલી ચોક પાસે સદગુરુ બિલ્ડીંગ સુધીના રોડ પર હનુમાન મેડીસીન, ડેલ્ટા સ્કુલ, સનસીટી હેવન, જાગૃતિદિપ, અતુલીયમ, વિનાયક હેર આર્ટ, એ-વન હાઈટ, શકિત ફુટવેર, શ્રીરામ ઓટો, કે.કે.બેકરી, સનપ્લાઝા, પ્રમુખ હાર્ડવેર, જય નકલંક હોટલ, સંદિપ ઈલેકટ્રોનિક, ગીરીરાજ કોલ્ડ્રીંકસ, મા‚તી હાર્ડવેર, ગાંધી સોડા, શ્રીનાથજી ઝેરોક્ષ, રઘુવીર સિલેકશન, સુપર હેર આર્ટ, મયુર પાન, ચામુંડા ઓટો, શ્રીરામ સીંગ, રામદેવ દુધ, ભરત કોટન, એકટીવ શુઝ, જીલ મોબાઈલ, રીયલ ચોઈસ, શ્રી શકિત હોટલ, અજમેરી કોટન, પુરુષાર્થ બેગ, વહીદા ડ્રેસ, ડાભી ટેઈલર, ડેનીમ ફેશન, જીલ ફેશન, ચેતન પાન, પુનિમા સીઝન, શ્રીનાથજી ટ્રેડર્સ, જય સીઝન્સ સ્ટોલ, વિનોદ પ્રોપટ એડવોકેટ, સદગુરુ કોમ્પ્લેક્ષ, અંજલી ફાસ્ટફુડ અને અનમોલ ફુડ સહિત ૩૧ સ્થળોએ માર્જીન પાક્રીગમાં ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.