Abtak Media Google News

વિદ્યાર્થીઓને પાંચ વિષયો શીખડાવાશે અને ગેઇમ રમાડી પ્રોત્સાહિત કરાશે

ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ દ્વારા સૌરાષ્ટ્રના અને રાજકોટના બાળકો માટે વેકેશનની મજા સાથે ભણતર અને જીવનશિક્ષણ આપવા માટે ફનલનિંગ ડેમોસ્કૂલનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ સમગ્ર ભારતમાં ભાર વગર ના ભણતર ને નવી મેથોડોલોજી સાથે , નો બેગ સ્કુલ સાથે અને લનિંગ વીથ કન ના ઉદેશ્ય સાથે ચલાવવામાં આવતી સ્કુલ છે.

અત્યારે લોકડાઉન છે અને બાળકો વેકેશન નો આનંદ પણ માણે છે તો બાળકોને વેકેશન નો આનદ માણતા માણતા અને મોજ સાથે કઈક શીખે એ ઉદેશ્ય થી ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ દ્વારા બાળકો માટે ડેમો સ્કૂલનું આયોજન કરવામાં આવેલ છે. આ ડિમો સ્કૂલમાં બાળકો એ ઘરે બેસીને પોતાના મોબાઇલ, લેપટોપ  ઉપર સાથે જોડાવાનું રેહશે. ડેમો સ્કૂલ તદન નિ:શુલ્ક તેમજ ૨૧મેના રોજ સવારે ૧૧થી ૧૨ તેમજ સાંજે ૫થી ૬ દરમ્યાન યોજાશે.

આ ડેમો સ્કૂલ  અંતર્ગત કુલ ૫ વિષયો શીખવવામાં આવશેે. જેમાં દરેક વિષયમાં બાળકોને કઈક નવું જે પોતે ભણીયા નહિ હોય તે છતાં આ ૫ વિષયોમાં અલગ પ્રકારની  મેથોડોલોજી સાથે જેમાં ટ્રીકલેઝ મેથીડોલોજી સાથે બાળકોને ફન  સાથે લર્ન કરાવવામાં આવશે.

રોજ બાળકોને આ વિષયો પર ભણાવીયા બાદ અલગ અલગ ગેઇમ રમાડવામાં આવશે . તમામ ભાગ લેનાર બાળકોને સર્ટીફિકેટ આપવામાં આવશે અને વિજેતાઓને ઇનામ થી પ્રોસાહિત કરવામાં આવશે .

રજીસ્ટ્રેશન કરાવવા માટે વેબસાઈટ  www.gisrajkot.org ને Demo school પર જઈને Registration કરાવો .તદન નિશુલ્ક આ ૨૦ દિવસ ની સ્કુલ છે.

આ ડેમો સ્કૂલના આયોજન માટે ટ્રસ્ટી ડો. નેહલભાઇ શુકલ, ડો. મેહુલભાઇ રૂપાણી, નિયંતભાઇ ભારદ્વાજ, સંજયભાઇ વાધરની આગેવાની માં સ્ટાફગણ જહેમત ઉઠાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.