Abtak Media Google News

તમારી પાસેથી વધુ કાર્યક્ષમતા, વધુ આવડત, વધુ બુદ્ધિ માગતી હોય એવી જોબને ડિમાન્ડિંગ જોબ કહી શકાય. આવી જોબ કરનારા લોકોની સંખ્યા સમાજમાં વધતી જ જાય છે. ઘણા લોકો માને છે કે આવી જોબ સ્ટ્રેસ આપે છે જે હેલ્થ માટે હાનિકારક છે. રિસર્ચ કહે છે કે આ લોકોનો બ્રેઇન-પાવર વધી જાય છે, જેથી ડિમેન્શિયા જેવા માનસિક રોગો સામે લડવું સરળ બને નિષ્ણાતના મત પ્રમાણે મગજને જેટલું કસો એટલું એ વધુ હેલ્ધી રહે છે

૧. જો તમારું કામ લગભગ ૨૪ કલાક તમને અલર્ટ રાખે છે

૨. જો તમારે એક જ સમયમાં એકસો ઘણા અઘરા ટાસ્ક પતાવવા પડે છે

૩. જો તમારા કામમાં શારીરિક કરતાં માનસિક શ્રમ વધારે છે

૪. સૌથી મહત્વની વાત એ કે તમારા કામમાં દરેક દિવસે તમને નવી-નવી ચેલેન્જિસનો સામનો કરવો પડે અને દરરોજ નવા ટાસ્ક પર ખરા ઊતરવું પડે છે

તો તમારી જોબ ડિમાન્ડિંગ જોબની કેટેગરીમાં આવે છે.

Multitaskingઆજના યુગમાં લોકોની જોબ ઘણી જ ડિમાન્ડિંગ બની ગઈ છે અને આ ડિમાન્ડિંગ જોબ્સ વ્યક્તિનો ઘણોબધો સમય લઈ રહી છે એટલું જ નહીં, તેણે વધુ મગજ ચલાવવાની જરૂર પડી રહી છે અને એની સો-સો તેની માનસિક અને શારીરિક કાર્યક્ષમતા વધારવાની પણ જરૂર પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે લોકોના જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ વધતું સ્ટ્રેસ, ડિમાન્ડિંગ જોબ્સ, કામની પાછળ ગાંડા થઈ જતા લોકો, કરીઅર પાછળ દોટ મૂકતી જનરેશન બધી જ બાબતોને ક્યાંક ને ક્યાંક હેલ્વિરોધી માનવામાં આવી રહી છે. પણ શું એ ખરેખર હેલ્થવિરોધી છે?

રિસર્ચ

તાજેતરમાં એક  યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર જે લોકોની ડિમાન્ડિંગ જોબ હોય છે એ લોકોનો બ્રેઇન-પાવર વધી જાય છે, જે ડિમેન્શિયા જેવા રોગો સામે લડવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જે ડિમેન્શિયાના દરદીઓએ આ પ્રકારની જોબ કરી છે તેઓ બીજા લોકો જેમણે આ પ્રકારની જોબ નથી કરી તેમના કરતાં ત્રણ વર્ષથી પણ વધુ જીવે છે. આ રિસર્ચમાં લગભગ ૧૦૦ કેસ તપાસવામાં આવ્યા, જે બધા જ ડિમેન્શિયાના શિકાર હતા. આ લોકોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા; જેમાં એક કેટેગરીમાં ફેક્ટરી વર્કર્સ હતા, બીજામાં વેપારીઓ અને સેલ્સના માણસો અને ત્રીજામાં વકીલ, એન્જિનિયર જેવા પ્રોફેશનલ્સ હતા. ડિમેન્શિયા એક એવો રોગ છે જે એક વાર થયા પછી મૃત્યુ પર્યંત તમારી સાથે રહે છે; જેમાં માણસનું વ્યક્તિત્વ અને વર્તન બન્ને બદલે છે, ભાષાને લગતા પ્રોબ્લેમ્સ આવે અને ઑલ્ઝાઇમર્સ પણ થઈ શકે જેમાં તેની યાદશક્તિ જતી રહે છે. આ રોગને જીરવી જઈને જીવી જનારા લોકોમાં ત્રીજી કેટેગરીના લોકો એટલે કે વકીલ કે એન્જિનિયર જેવા પ્રોફેશનલ્સ આગળ હતા. ડિમેન્શિયા એક એવો રોગ છે જે બે પ્રકારના લોકોને લગભગ તો ની અવા થાય તો તેઓ સારું સર્વાઇવ કરી શકે છે. એમાંના એક છે જે ફિઝિકલી ઍક્ટિવ હોય અને બીજા ખૂબ ભણેલા હોય એ. ટૂંકમાં શરીર અને મગજ બન્ને કસાય એ જરૂરી છે. ડિમાન્ડિંગ જોબમાં આ બન્ને વસ્તુ શક્ય બને છે. માટે જ તેઓ વધુ સારું અને લાંબું જીવન જીવી શકે છે.

વધુ વાપરવું સારું

શરીરનો એક નિયમ છે કે એને જેટલું વાપરો એટલું એ વધુ સારી રીતે ચાલે. જેમ કે એક્સરસાઇઝ કરવાથી અને શારીરિક કામ કરવાી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે એ જ રીતે મગજને જેટલું કસો એટલું એ વધારે ચાલે છે. મગજને સતેજ રાખવું હોય તો સતત એને ચેલેન્જ કરતાં રહેવું જરૂરી છે. જેમ કે કોઈ વ્યક્તિને ડ્રાઇવિંગ આવડતું ન હોય અને તે શીખે તો શરૂઆતમાં તેને મગજ ચલાવવું પડે, પરંતુ એક વખત ડ્રાઇવિંગ આવડી ગયા પછી મગજ સબ-કોન્શિયસલી એ કામ કરતું ઈ જાય છે જેમાં તેને પ્રયત્ન કરવાની જરૂર જ નથી. સરળતાથી એ થઈ શકે છે. દર ૬ મહિને નવી વસ્તુ શીખવી માટે જ જરૂરી છે, જે મગજને સતેજ રાખવામાં મદદરૂપ થાય છે. ડિમાન્ડિંગ જોબનો એ જ ફાયદો છે. દરરોજ તમને નવી ચેલેન્જ આપે છે, મલ્ટિ-ટાસ્કિંગ કરાવડાવે છે; જે મગજ માટે ખૂબ ઉપયોગી છે. આ રીતે ઉંમર પ્રમાણે આવતી માનસિક પડતીને પણ અટકાવી શકાય છે.

હાનિકારક કે ફાયદાકારક?

Multitaskingજેમનું કામ તેમની પાસેથી વધુ સમય, વધુ મહેનત, વધુ બુદ્ધિ માગતું હોય એવા લોકોની સંખ્યા સમાજમાં વધતી જ જાય છે. ઘણા લોકો એવા છે જે માને છે કે આટલુંબધું સ્ટ્રેસ લેવું હેલ્ માટે ખરાબ છે. મગજ પાસે વધુ કામ લેવડાવવું સારું જ છે. એને લીધે જે થોડું સ્ટ્રેસ આવે છે એ હેલ્ધી સ્ટ્રેસ છે. એકસો જ્યારે ૧૦ કામ મેનેજ કરવાં પડે એ પ્રક્રિયા ભલે સ્ટ્રેસ અપાવડાવે, પરંતુ મગજ માટે એ બેસ્ટ કસરત છે. નુકસાન ત્યારે થાય છે જ્યારે આવડત કરતાં વધુ કામ આવી જાય અને જ્યારે એ કામ તમે ન કરી શકો અને એને લીધે તમને ડિપ્રેશન આવે અવા એ કામને લીધે તમે કોઈ અગત્યની વસ્તુ ખોઈ બેસો અને તમે એ સહન ન કરી શકો તો એ સ્ટ્રેસ તમારા માટે હાનિકારક છે. કામને કારણે સમય પર ખાવાનું ભૂલી જાઓ, ઊંઘ ન આવે, ટેન્શન રહ્યા કરે, પરિવાર માટે, મજા કરવા માટે કોઈ સમય બચે નહીં, એક્સરસાઇઝ રેગ્યુલર કરી શકો એવો સમય પણ ન બચે તો આ પ્રકારનું કામ અને કામ માટેનું સ્ટ્રેસ હેલ્થ માટે ખરાબ છે. પરંતુ વધુ જવાબદારીવાળું કામ, મગજ કસવાવાળું કામ અને નવી ચેલેન્જિસવાળું કામ હંમેશાં ફાયદાકારક જ હોય છે.

ડ્રગ-રેઝિસ્ટન્ટ મલેરિયા

જે લોકો સતત કામમાં રત રહે છે તેઓ અજાણપણે કોઈ ને કોઈ ઍડિક્શનના શિકાર બનેલા જોવા મળે છે. જેમ કે ઘણા લોકો લાંબા સમય સુધી કામમાં હોવાી કંઈ ખાતા-પીતા ની અને ફક્ત ચા પીધા કરે કે તમાકુ-પાન ખાધા કરે છે. ઘણા લોકો રાત્રે ઊંઘ ન આવે એ માટે કોફી પીધા કરે છે. એટલું ઓછું હોય એમ ઘણા લોકો જાગૃત રહેવા માટે સિગારેટ ફૂંક્યે રાખે છે. આનાથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ એ છે કે લોકો સ્પેશ્યલી ઊંઘ ન આવે, મગજ કામ કરે એ બધા માટે જુદી-જુદી દવાઓ લે છે. એ દવાઓ શરીરને નુકસાન કરે છે. આ પ્રકારનું કામનું વળગણ યોગ્ય નથી. એ હેલ્થ માટે ખરાબ છે. જ્યારે તમે જીવનને બેલેન્સ રાખીને જેટલો સમય મળે છે એ જ સમયમાં પોતાની ક્ષમતા અનુસાર મગજની કેપેસિટી સતત વધતી રહે એ રીતે કામ કરો તો એ તમારી હેલ્થ માટે બેસ્ટ રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.