Abtak Media Google News

ભારતમાં સદીઓથી લોકો પોતાની માન્યતા, રીવાજ, પરંપરા, જ્ઞાતિપ્રથા, ધાર્મિક ગ્રંથોના ઉપદેશો આધારે ઉજવણી કરતા સૌ નજરે જોઈએ છીએ. દેશને પાછલી સદીમાં ધકેલવાનો પ્રયાસ થતો હોય ત્યારે જાગૃતોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. તેવો જ બનાવ ગાંધીનગરના રૂપાલ ગામે પલ્લી ઉજવણી નોરતાના નવમાં દિવસે શ્રદ્ધાળુઓ માનતા પ્રમાણે માતાજીને ઘી ચડાવે છે. ગાંધીનગરના રૂપાલ ગામે સદીઓથી માતાજીને અભિષેકરૂપે શુદ્ધ ઘી લાખો કિલોમાં ચડાવાય છે તે ધૂળમાં અને પગતળે કચડાય છે. માતાજીને પ્રતિક ચડાવાઈને વધેલું ઘી જરૂરીયાતમંદને આપવામાં આવે તો મહાયજ્ઞનું કાર્ય ગણાય. સરકાર હસ્તક્ષેપ કરી શ્રદ્ધાળુઓને સમજાવી કાયમી ઉકેલ લાવે તે માટે જાથાએ રાજકોટ ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. જાથાના ચેરમેન જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે જે મંદિરના વહીવટમાં મામલતદાર, સરકાર હોય તેની નજર સામે જ લાખો કિલો ઘી રસ્તામાં ધૂળમાં ઢોળાઈ જાય, કરોડો રૂપિયા વેડફાય જાય તે બચાવવાની રાજયની નૈતિક ફરજ છે. જયંત પંડયા સહિતનાઓએ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.