Abtak Media Google News

કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત

વોર્ડ નં.૩ માં કીટીપરા વિસ્તારમાં કોરોના પોઝીટીવ આવતા કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી દ્વારા મ્યુનિ. કમિશ્નરને આ મામલે ગંભીરતા લઇ રેપીડ સર્વે કરવા રજુઆત કરવામાં આવી છે.

આ મામલે દિલીપભાઇ આસવાણીએ જણાવ્યું છે કે, વોર્ડ નં.૩ ના વિસ્તારમાં જો આ વધુ પોઝિટીવ કેસ નીકળશે તો આ બધા સુપર સ્પ્રેડર બની શકે છે. કારણ કે આ વિસ્તારના લોકો (શાકભાજી) તેમજ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા છે.

જેથી આ લોકો દ્વારા આજુબાજુના તમામ વિસ્તારો જેવા કે જંકશન પ્લોટ, ગાયકવાડી, હંસરાજ નગર, સિંધી કોલોની, પરસાણા નગર, જુલેલાલ નગર, બેડીનાકા, રેલનગર સુધીના તમામ વિસ્તારો તેમજ સમગ્ર રાજકોટ માટે જોખમી બની શકે છે.

આ બાબતની ગંભીરતા ઘ્યાને લઇ મ્યુનિ. કમિશનર દ્વારા વોર્ડ નં.૩ ના આખા વિસ્તારો રેપીડ સર્વે કરવામાં આવે તેમ દિલીપભાઇ આસવાણી દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.