Abtak Media Google News

ઓખા પી.એસ.આઇ.ને બ્રહ્મકુમારોનું આવેદન: સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

હાલમાં ઓખા બેટ દ્વારકાધીશ  મંદીરમાં તીર્થકરોને મંદીરમાં ફરજ કર્મચારીઓ દ્વારા ભારે ત્રાસ આપવામાં આવી રહેલ હોય અને યેનકેન પ્રકારે તીર્થ ગૌરવની રોજીરોટી છીનવી લેવાના મલીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં ૮૫ ટકાની વસ્તુ મુસ્લીમ સમાજની છે. અને ૧પ ટકા ની વસ્તુ હિન્દુ સમુદાયની છે તેમાંથી માત્ર ચારથી પાંચ ટકા વસ્તી તીર્થ ગૌરવની છે. આ વિસ્તાર ટાપુ પર વસેલ હોવાથી અન્ય કોઇ રોજીરોટી ના કોઇ સ્ત્રોત નથી. જેથી તીર્થકારોની પરીવારનું ગુજરાન માત્રને માત્ર બેટ દ્વારકાધીશ મંદીર ઉપર નીર્ભર છે. બેટ દ્વારકાધીશ મંદીર સંકુલમાંં પધારતા યાત્રીકોને દર્શનની વ્યવસ્થા ઉપરાંત મંદીરના ઇતિહાસ વિશે જાણકારી આપવા તથા અન્ય વ્યવસ્થા કરવા માટે તીર્થ ગુરુ યોગ્ય વ્યવસ્થા કરી આપે છે.Bet Puri 1

પરંતુ હાલમાં પોલીસના દમનના કારણે તેમને તીર્થકારોને યાત્રિકોની વ્યવસ્થા કરવા સબબ ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા અવાન નવાર તીર્થકારી પરેશાન કરવામાં આવે છે. અને ગાળો આપવામાં આવે છે. અને માર મારવાની ધમકી આપવામાં આવે છે. તેમજ મંદીરમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા યાત્રીકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે તેવું જાણવા મળેલ છે. જેના પુરાવા રુપે મંદીરમાં લગાવેલ સીસી ટીવી કુટેજ પરથી જોઇ શકાય છે. તેવું તીર્થ ગુરુએ જણાવેલ હતું. આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલીક અસરથી કોઇ યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો મંદીર પર તિર્ભર તીર્થ પોતાને રસ્તે રજણીને ભીખ માંગવાનો અને આ ક્ષેત્રમાંથી હિજરત કરવાના દિવસો આવશે. અને તીર્થ પુરોહિતોની રોજી રોટી છીનવાતા મંદીરની વ્યવસ્થાને પણ ઠેશ પહોચશે.

આ બાબતે તાત્કાલીક અસરથી ધટતું કરી બેટ દ્વારકા મંદીરના ફરજ  પરના પોલીસ કર્મચારીઓને સુચન કરી મંદીરના પરીસરની બહાર ફરજ પર મુકવા અનુરોધ કરેલ છે. અને તીર્થ પુરોહિત ભૂદેવો ને અન્યાય સામે રક્ષણ આપવા માંગ કરી છે. આજરોજ આ અંગે ઓખા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. ને આવેદન પત્ર આપવા બેટ મંદીરેથી તમામ તીર્થપુરોહીતો શ્ર્લોક ઉચ્ચારણ કરતા રેલી સ્વરુપે ઓખા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. અને પોલીસ સ્ટેશને લેખીત આવેદન પત્ર આપી આ અંગે ગુજરાત રાજયના ગૃહમંત્રી, મુખ્યમંત્રી  સહીત ઉચ્ચા કક્ષાએ રજુઆત કરી હતી અને આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.