હાથરસ કાંડમાં આરોપીઓ વિરૂધ્ધ સખ્ત કાનુની કાર્યવાહી કરવા માંગ

દામનગરમાં સમસ્ત અનુ જાતિ સમાજે નાયબ મામલતદારને પાઠવ્યું આવેદન

દામનગર સમસ્ત અનુજાતિ સમાજે ઉત્તરપ્રદેશના હાથરસ કાંડના અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરોની માંગ સાથે નાયબ મામલતદાર બાંભરોલીયાને આવેદન પત્ર પાઠવ્યું છે.

દામનગર સમસ્ત અનુજાતિ સમાજ દ્વારા નાયબ મામલતદાર બાંભરોલીયાને આવેદન પત્ર પાઠવી ઉત્તર પ્રદેશના હાથરસની દીકરી મનીષાબેન વાલ્મિકી કાંડના આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી.

ઉત્તર પ્રદેશના હાથરસમાં મનીષાબેન વાલ્મિકી ઉપર બળાત્કાર બાદ પરિવારની હાજરી સંમતિ વગર તંત્રએ કરેલ દાહસંસ્કાર પછી વાલ્મિકી પરિવારના કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર સમાપ્ત કરી દેવાની હીન પ્રવૃત્તિ કરી પીડિત પરિવારને રીતસર બંધક બનાવી કોઈને મળવા ન દેવા પોતાના પરિવારની આપવીતી મીડિયાને ન જણાવી તેવા ભયથી સ્થાનિક તંત્ર દ્વારા અમાનુષી અત્યાચાર કરસ્યો હતો આ ગંભીર અપરાધના તમામ આરોપીઓ વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહીની બુલંદ માંગ સાથે દામનગર શહેરભરના તમામ સફાઈકર્મીઓએ મામલતદાર થ્રુ મહામાહિમ રાજ્યપાલને ઉદેશી આવેદન પત્ર પાઠવ્યું હતું.

ઉત્તરપરદેશની હાથરસ કાંડની ઘટમાં સંડોવાયેલ આરોપીઓ અને બેજવાબદાર તંત્ર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરતું આવેદન પત્ર રોષભેર પાઠવ્યું હતું.

Loading...