Abtak Media Google News

એસસી, એસટી, ઓબીસી અને મહિલા અનામત આપવા કાર્યકારી કુલપતિને આવેદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવનારી વિવિધ સતા મંડળોની ચુંટણીમાં એસસી, એસટી, ઓબીસી અને મહિલા અનામતનું ચુસ્તપણે પાલન થાય તેવી માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસસી, એસટી અને ઓબીસી અધ્યાપક પરીવાર દ્વારા કરવામાં આવી છે. જેને લઈને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડિયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

યુજીસી અને નેક કમિટીએ પણ અનામતની અમલવારી કરવા માટે પણ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાકીદ કરી હતી. વિશ્ર્વ વિદ્યાલય બંધારણ અને કાયદાકીય બાબતોનું પાલન થાય તે વાત ઈચ્છનીય છે અને તંદુરસ્ત પ્રણાલીકાઓ માટે જરૂરી પણ છે. વિશેષમાં સરકારી નિમણુક અંગે જયારે યુનિવર્સિટી દ્વારા સરકારને ભલામણ કરવામાં આવે ત્યારે પણ પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે પણ જરૂરી છે.

છેલ્લા પાંચ દાયકા બાદ અનામત અમલીકરણ કરવા બાબતે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસસી, એસટી અને ઓબીસી પ્રાધ્યાપક પ્રો.જે.કે.ડોડીયા, ડો.ટી.એ.અઘેરા, ડો.એન.આર.શાહ, સુનિલ જાદવ, એચ.એસ.જરાલા, ડો.ડી.એ.ચાવડા, ડો.એ.બી.પટેલ, ડો.આર.ડી.ભેડી સહિતનાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.