ગીર સોમનાથમાં ખાણીપીણીના મૃત:પાય બનેલા રોજગારને વધુ છુટ આપવા માંગ

કેટરીંગ એસો.ની કલેકટરને રજુઆત

સોમનાથ કેટરીંગ એસોસીએશન પ્રમુખ મિલનભાઇ  જોશીની આગેવાનીમાં ઉપપ્રમુખ શાંતુભાઇ બદાયાણી હર્ષલ લાખાણી, ચેતન કકકડ, ગીરીશ રૂપાણી, અરવિંદ ઠાકર, વિજયભાઇ ટાંક સહિતના સર્વ સભ્યોએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર આવેદન પત્ર આપી જણાવ્યું કે કોવિડ-૧૯ કારણે કેન્દ્ર -રાજય સરકાર કોરોના સંક્રમણ રોકવા લેવાયેલ પગલા બદલ અભિનંદન આપી જણાવ્યું છે કે ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૦૦ જેટલા કેટરર્સ  ખાનપાન, કેટરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે.અમારો ધંધો સીઝનલ હોય છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રીલ, મે, જુન મહિના લગ્ન પ્રસંગ મહત્વના ધંધા માટે હોય છે જે સમયે લોકડાઉન કારણે ધંધા વગર પસાર થઇ જતાં આર્થિક ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ અમો રોજીંદુ કમાઇને ગુજરાન ચલાવીયે છીએ. મો મૃતપાય થયેલા અમારા ઉઘોગ, ધંધો અને રોજગાર કામ કરતા લોકોની વધુ છુટ આપવા માંગણી છે.

Loading...