Abtak Media Google News

વર્ષોથી ધુળ ખાતી મિલકતોનો સદઉપયોગ કરવા સ્થાનિકોનું ડે.કલેકટરને આવેદન

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પાસે રાજપરના રસ્તે આવેલા આવાસ યોજનાના મકાનો છેલ્લા કેટલાક સમયથી ધુળ ખાઈ રહ્યા છે ત્યારે આ મકાનો સરકાર દ્વારા એક દશકાથી બનાવીને મુકી દેવાયા બાદ કોઈ ગરીબ અને પછાત લોકોને આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરાઈ નથી. જયારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ જુની ખળપીઠ તથા ફુલેવર મંદિર પાસે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા કેટલીક દુકાનો ઉભી કરી દેવાઈ છે પરંતુ સરકાર તથા તંત્ર ગરીબ લોકોને આ સરકારી મિલકતની ફાળવણી નહીં કરતા વર્ષોથી ધુળ ખાતી કરોડો રૂપિયાના રોકાણ કરેલી આ સરકારી મિલકત ખંડેર હાલતમાં નજરે પડે છે.

તેવામાં ધ્રાંગધ્રા શહેરના રહિશો દ્વારા આજે ખંડેર હાલતમાં પડેલી ધ્રાંગધ્રામાં સરકારી મિલકતને લોકો માટે ફાળવી આપી ગરીબ અને ઘર વિહોણા લોકોને પોતાનું મકાન તથા રોજગાર માટે ફાફા મારતા લોકોને આ સરકારી દુકાનો ફાળવી રોજગાર મળી રહે તેવા અનેક પ્રશ્નનો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ધ્રાંગધ્રા શહેરના રહિશોના મુખ્ય પ્રશ્નોનામાં વર્ષોથી ખંડેર પડેલા આવાસ યોજનાના મકાનો તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ ખંડેર હાલતમાં પડેલા કોમ્પ્લેક્ષની દુકાનોની ફાવળણી કરવી સાથે ધ્રાંગધ્રા એસ.ટી.સ્ટેન્ડ પાસે આવેલ રોકડીયા સર્કલને રીનોવેશન માટે કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર મળી ગયા છતાં કામગીરી શરૂ નહીં કરતા નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરાવવી તથા છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા નગરપાલિકામાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી લોકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ધકકા ખાવા પડે છે. તેના છુટકારો અપાવવા રેગ્યુલર ચીફ ઓફિસર મુકાય તેવી અનેક માંગો સાથે ડે.કલેકટર પ્રજ્ઞાબેન મોણપરાને આવેદન અપાયું હતું. આવેદનપત્ર સમયે ધ્રાંગધ્રા શહેરના સામાજીક કાર્યકર ચંદ્રેશભાઇ વાણીયા, શાંતિલાલ રાઠોડ, અમિતભાઈ ચાવડા સહિત કેટલાક શહેરના રહિશો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.