Abtak Media Google News

મોરબી જિલ્લા પોલીસ વડાને રજુઆત: યોગ્ય કાર્યવાહી નહી થાય તો મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ

શ્રાવણ માસ દરમ્યાન હળવદ અને તાલુકા વિસ્તારમાં ઠેર-ઠેર જુગારની બદીઓ ફુલીફાલી છે. હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તાર ખાતે પોલીસે જુગાર અંગે રેડ કરી હતી. જેમાં પોલીસની નજર સામે ત્રણ થી ચાર જુગારીઓ નાસી છુટયાનું ખુલવા પામ્યું છે. આ રેડની સાચી હકિકતની જાણકારી મેળવવા હળવદમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં ફરજ બજાવતા પ્રેસ પ્રતિનિધિ મેહુલભાઈ ભરવાડ જુગારની રેડ અંગે સાચી માહિતી મેળવવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ હળવદ પી.એસ.આઈ એ.બી.જાડેજાએ સાચી હકિકતો ખુલ્લી જવાના ડરે, મીડીયાકર્મીને ધમકાવી મુકત પત્રકારત્વને ડરાવાનો પ્રયાસ કર્યો છે.

પી.એસ.આઈ પોતાની ધાક જમાવવા અને ખોટી બાબત છુપાવવા કવરેજ કરવા આવેલા મીડિયા પ્રતિનિધિ મેહુલ ભરવાડ સાથે અણછાજતુ વર્તન કરી ખોટા ગુનામાં ફીટ કરવાનો ડારો આપી ગંદી ગલોચ ગાળો બોલી સમગ્ર મીડિયા જગતનું અપમાન કર્યું છે. આ દબંગખોર પી.એસ.આઈ. સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો હળવદના મીડિયા પ્રતિનિધિઓ ગૃહરાજયમંત્રી રાજયના પોલીસ મહા નિર્દશક અને મુખ્યમંત્રીને ‚બ‚ મળીને હકિકતથી વાકેફ કરી પી.એસ.આઈ સહિતના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરશે. તેમજ હવે પછી કોઈ પણ કવરેજ કરતી વેળાએ પી.એસ.આઈ કે પોલીસકર્મી રોફ જમાવી મીડિયાને કચડી નાખવાનો પ્રયાસ કરશે તો હળવદની સ્વૈચ્છીક સંસ્થાઓ, આગેવાનો તેમજ હળવદ વાસીઓનો સાથ સહકાર મેળવી હળવદ પોલીસ સામે જાહેર કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેમ હળવદ પત્રકાર સંઘે મોરબી જીલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.