Abtak Media Google News

આગામી દિવસોમાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો ચક્કાજામ સહિતના કાર્યક્રમોની ચીમકી

ધોરાજી તાલુકાનાં ઉમરકોટ ગામે ૧૫૦ થી વધારે વિદ્યાર્થી ઓ નું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય ધોરણ ૧ થી ૦૮ મા વિદ્યાર્થી ઓ અભ્યાસ કરે છે એ પણ ગરીબ વર્ગ નાં બાળકો છેલ્લા ઘણાં સમય થી અવારનવાર રજુઆત કરવા છતાં આનું કોઈ યોગ્ય નિવેડો આવ્યો નથી દોઢ સો વિદ્યાર્થી માટે કુલ ૭ શિક્ષકોની જરૂરીયાત હોય પણ ઘણા સમય થી માત્ર ત્રણ શિક્ષકો જ દોઢ સો વિદ્યાર્થી ને ભણાવી રહયાં છે એમાં પણ એક પ્રિન્સિપાલ સાહેબ અને એક રીલીવર છે જેથી ઉમરકોટ નાં વિદ્યાર્થી ઓનો અભ્યાસ કરવામાં ઘણી તકલીફો પડે છે અને અભ્યાસે આવતાં વિદ્યાર્થી ઓ નાં ભવિષ્ય સાથે ચેડાં થતાં હોય એવું લાગી રહ્યું છે વાલીઓને અને ગામ નાં વિદ્યાર્થી ઓનુ પાયા નું ભણતર કાચું રહી જાય છે ત્યારે આજરોજ ધોરાજી નાં ડેપ્યુટી કલેકટર અને તાલુકા નાં ટીડીઓ ને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી અને આગામી તારીખ ૧૬-૧૨-૨૦૧૯ના રોજ સુધી યોગ્ય વિદ્યાર્થી ઓ માટે નવાં શિક્ષકો ની ભરતી નહીં કરવામા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તા.૧૭-૧૨- ૨૦૧૯ નો રોજ સવાર થી જ ધોરાજી થી જામનગર હાઈવે રોડ વેગડી ચક્કાજામ કાર્યક્રમ કરવાની ચિમકી ઉચ્ચારી હતી જયાં ઉમરકોટ ગામનાં પરીવાર જનો ને પોતાનાં બાળકો ને સારાં ભણતર અર્થે શાળા એ મોકલે છે પણ સરકાર તંત્ર દ્વારા ફક્ત તાયફાઓ અને બણગાં ફૂંકે છે પણ વાસ્તવમાં પરિસ્થિતિ અલગ જેવાં મળે છે હાલ ધોરાજી તાલુકા નાં ઉમરકોટ ગામનાં લોકો અને વિદ્યાર્થી વધું  શિક્ષકો માટે ઝંખે છે પણ સરકારી તંત્ર દ્વારા હજું ઘણી રજુઆતો કરવા છતાં તંત્ર નાં પેટનું પાણી પણ હલતું નથી જેથી ના છુટકે લોકો ને આંદોલન નો માર્ગ અપનાવ્યો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.