Abtak Media Google News

વૃક્ષોનું જતન કરી મોટા કર્યા અને હવે આ વૃક્ષો કાપી ત્યાં સોસાયટી બનાવામાં આવી રહી છે

રાજકોટની અંબીકા ટાઉન્સીપની સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ શ્યામલ કુંજ ૧ અને ર ના ફલેટ ધારકો દ્વારા વૃક્ષારોપણ કર્યુ હતું. આ વૃક્ષારોપણબાદ વૃક્ષોને પાણી પાવા માટે કોર્પોરેશનનું પાણી પણ ન મળતા ટેન્કર દ્વારા પાણી મંગાવી આ પાંચ વર્ષથી વૃક્ષોનું જતન કરી હતી. કમીશ્નરને પણ અમે ફરીયાદ કરી હતી. શ્યામલ કુંજની આસપાસ ૧૦ થી ૧પ આવાસ યોજના આવેલી છે. અને આ એરીયામાં એક ગાર્ડન બનાવવામાં આવે તો સીનીયર સીટીઝન માટે બાળકો માટે આ ગાર્ડન બનાવામાં આવે સોસાયટીના ગેટ ની અંદર પથ્થર આવી ગયા છે.

Vlcsnap 2019 05 15 12H33M05S157

ઘણા રાજકારણીઓ અહી આવી અને તેઓને અમે ફરીયાદ કરી તેઓએ કહ્યું કે આ ગાર્ડનના વૃક્ષોને કાંઇ ક નુકશાની ન થાય. ર થી પ વખત આ કામ અટકાવવામાં આવ્યું પણ ખોટા આશ્વાસન આપી તેવો જતા રહ્યા હતા. પહેલીવાર કામ બંધ કરાવ્યું ત્યારે નકસામાં જોવા પછી વૃક્ષો બચાવાનું કહ્યું હતું. પરંતુ અત્યારે એક પણ વૃક્ષ બચાવ્યું નથી. કમીશ્નરશ્રીને મળ્યા બાદ તેઓએ કાંઇ પણ સહાય કરી ન હતી.  અને બધા જ વૃક્ષો ધરાસાય કરી દીધા હતા. આ સોસાયટીના લોકો તો મુખ્ય મુદ્દો હવે એ રહેવાનો કે બધી આવાસ વચ્ચે આ એક પ્લોટ છોડી દે અને અમે ગાર્ડન બનાવી આપે એવી અમારી માંગણી છે.

ચુંટણી પહેલા ખોટા વાયદા આપીને ગયેલા અને હવે આ વૃક્ષને કાપી નાખવામાં આવ્યા કુલ ૭૦ ગાર્ડન કાપવામાં આવ્યાં આ ગાર્ડન તૈયાર હતું અને એને નાશ કરી નાખવામાં આવ્યું હતું. અને પ્રાઇવેટ સોસાયટીની દિવાલમાં આવાસની દિવાલ ચણી નાખવામાં આવી છે. છેલ્લી વાર ના વિશેષ માટે પોલીસ આવ્યા હતા અને અમને અટકાવવામાં આવ્યા હતા.

પરંતુ આ કામ હજુ ચાલુ જ રહ્યું છે. માટે લોકોનું આખરે એટલું જ કહેવું છે કે આ પ્લોટમાં એક ગાર્ડન બનાવી આપવામાં આવે અને વૃક્ષાોનો નાશ ન થાય આ ગાર્ડન બનવાની અહીંની બધી જ સોસાયટી ને એક સુંદર ગાર્ડન નો લ્હાવો  મળી શકે આ લોકોની માંગણી છે. અને ત્યાં થતાં કામને પણ લોકો દ્વારા જેસીબીને અટકાવામાં આવ્યું હતું. અને લોકોની માંગણી નહી સંતોષાય ત્યાં સુધી લોકો એ જગ્યા પર કામ નહીં ચાલુ કરવા દે અને તેમનો વિરોધ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.