Abtak Media Google News

જોડિયા તાલુકાના લીંબુડા ગામે તાજેતરમાં ગ્રામ સભા યોજાઈ હતી. પ્રાંત અધિકારી હેતલબેન જોશીના અધ્યક્ષ સ્થાને સભા શરૂ કરવામાં આવી હતી. આ સભામાં મામલતદાર સોની, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર નડિયાપરા તેમજ જુદી જુદી કચેરીના અધિકારીઓ હાજર રહેલ. ગ્રામજનો તથા સરપંચ તરફથી ગામમાં રેગ્યુલર તલાટી-કમ-મંત્રીની નિમણુક કરવા ઊંડ કેનાલના કામો નબળી ગુણવત્તાના થયેલ છે જે કામો  શરૂ કરી પુરા કરવા લીંબુડા બસ સ્ટેન્ડ પાસે નાલા નું કામ છેલ્લા એક વર્ષ થયા અધૂરું પડેલ છે.

તે પુન: શરૂ કરવા પ્રાથમિક શાળા પાસે આવેલ વિન્ડ ફાર્મ જે પાણીના વહેણમાં હોય અને ગૌચરની જમીન હોય જેથી ચોમાસામાં આ પાણી સ્કૂલમાં ઘુસી જતા કંપાઉન્ડ વોલ પડી ગયેલ છે જે બાબતે જગ્યા ફેરવવા, ઘાસચારાની માગણી, નરેગા યોજના નીચે રાહત કામ શરૂ કરવા, રખડતા-ભટકતા ઢોર નિયંત્રણ કરવા,ગામમાં આવતી તેમજ અન્ય શહેરમાં દોડતી એસટી બસોના બેઠક વ્યવસ્થાની સીટો તૂટેલી હાલતમાં હોય, કાચ તૂટેલા હોય જેથી લોકો હેરાન ગતિ ભોગવે છે આ તમામ સમસ્યાના ઉકેલ માટે પ્રાંત અધિકારીને લેખીત મા અરજી આપવામાં આવેલ છે ગ્રામજનોની માગણી અન્વયે ઘટિત કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે આ સભાનું સંચાલન જે એચ સોરઠીયા વિસ્તરણ અધિકારી આંકડા તાલુકા પંચાયત જોડીયા એ કરેલ. આ ઉપરાંત ૧૦૮ની સેવા બાર કલાક મળતી હોય જે ૨૪ કલાક કરવા માંગણી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.