જેએમસીમાં બની બેઠેલા કલાર્ક સમક્ષ કાર્યવાહી કરવા માંગ

જામનગર મહાનગર પાલિકામાં એક સફાઈ કર્મચારી હોવા છ્તા ક્લાર્કનું કામકાજ કરતાં હોય બની બેઠેલા ક્લાર્ક સમક્ષ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા જે.એમ.સી. આસી. કમિશનરને એક લેખિત પત્ર પાઠવી આવેદન આપવામાં આવ્યું હતું. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર જે.એમ.સી. માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા વિજય પ્રેમજી બાબરિયા અધિકારીની મિલીભગતના કારણે ક્લાર્કનું કામ કરે છે અને રજીસ્ટરમાં ચેનચળા કરે છે તેમજ સફાઈ કર્મચારી ને ખાનગી કામ સોપવામાં આવે છે મહાનગર પાલિકાના સફાઈ કર્મચારી આ અગાઉ રજીસ્ટરમાં હાજરી પુરાવી વિદેશ પ્રવાસે ગયા હતા તેમ છતાં તેમના વિરુદ્ધ કોય પગલાં લેવામાં ન આવતા આજે અખિલ ભારતીય મજદૂરદ્વારા જો આ બાબતે વધુ તપાસ અને કામગીરી કારવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે રેલી યોજી અને વોરોધ દર્શાવતા કાર્યક્રમો આપવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી છે.

Loading...