Abtak Media Google News

એકપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાતા વોર્ડ નં.૯ અને ૧૦નાં અનેક વિસ્તારોમાં વિતરણ ખોરવાયું

ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે વોટર સમ્પની સફાઈ હાથ ધરવાની હોવાનાં કારણે આજે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪ અને ૫માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગઈકાલે મોડીરાત્રે ન્યારી ડેમ પાસે એકસપ્રેસ ફીડર લાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે આજે સવારે વોર્ડ નં.૯ અને ૧૦નાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ૩ કલાક માટે ખોરવાઈ જવા પામ્યું હતું. ભરચોમાસે પાણીનાં ધાંધીયા સર્જાવવાનાં કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

વોટર વર્કસ શાખા હસ્તકનાં બેડી ફિલ્ટર પ્લાન્ટ તથા ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે કિલયર વોટર સમ્પની સફાઈ કામગીરી હાથ ધરવાની હોવાનાં કારણે આજે ડે.મેયરનાં મત વિસ્તાર એવા વોર્ડ નં.૪ અને ધારાસભ્ય કમ નગરસેવક અરવિંદ રૈયાણીનાં મતવિસ્તાર એવા વોર્ડ નં.૫માં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે રાત્રે ન્યારી ડેમનાં રસ્તે એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાર્યું હતું આ પાઈપલાઈન ન્યારી ડેમથી સેક્ધડ રીંગ રોડ થઈ રૈયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે જાય છે. તાબડતોબ રીપેરીંગની કામગીરી શરૂ ‚કરી દેવામાં આવી હતી પરંતુ જે સ્થળે પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાર્યું હતું તે સ્થળ ખુબ જ નીચું હોવાના કારણે પાણી ખાડામાં કલાકો સુધી ભરાયેલું રહ્યું હતું. જેના કારણે વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦નાં અનેક વિસ્તારોમાં જયાં વહેલી સવારે પાણી વિતરણ કરવામાં આવે છે તેવા પુષ્કરધામ રોડ, પંચાયતનગર,  મિલાપનગર, શકિતનગર, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ઉપરાંત વોર્ડ નં.૯માં આવતા ૧૫૦ ફુટ રીંગ રોડ પરનાં અનેક વિસ્તારોમાં ૩ કલાક પાણી વિતરણ મોડુ કરવાની ફરજ પડી હતી. એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરવા માટે મહાપાલિકા દ્વારા કરોડો ‚રૂપિયાનાં ખર્ચે એકસપ્રેસ ફિડર લાઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. ગઈકાલ રાત્રે પ્રથમ વખત એકસપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાણી પ્રશ્ર્ને મહાપાલિકાની સ્થિતિ જાણે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. જળાશયોમાં પૂરતું પાણી છે પરંતુ એક યા બીજા કારણોસર સતત વિતરણ વ્યવસ્થા પર અસર પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.