Abtak Media Google News

૬૫ લાખ લોકોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર: લોકોને જાતનું રક્ષણ કરવાની સલાહ આપતી સરકાર

અમેરિકામાં એટલાન્ટિક સાગરમાં ઉઠેલ વાવાઝોડું ઇરમા ફલોરિયાના દક્ષિણ સુધી ટકરાઇ ગયું છે. પશ્ર્ચિર સુધી પહોંચવાની આ શંકા છે. જેની તારાજીના લાખો લોકો બેઘર થયા છે. આ વાવાઝોડાની તીવ્રતાને ઘ્યાનમાં લઇ ફલોરિડા સહીત અન્ય અમેરિકાના કાંઠા વિસ્તારોમાં ૬૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ ૨૧૦ કી.મી. ની ઝડપથી આગળ વધી રહેલા ઇરમાના કારણે સમગ્ર ફલોરિયાના લોકોના ઘરોમાં વિજળી ગુલ છે તેમજ આ વાવાઝોડાને કારણે શેરીફના નાયબ મંત્રી સહીત ત્રણના કાર ક્રેશ થવાથી વરસાદ અને વાવાઝોડાની ઝપેટે ચઢતા મોત નિપજયા છે.

આ વાવાઝોડુ ખુબ જ તીવ્ર છે અને એટલાન્ટીકથી શરુ થઇ ફલોરીડાના ઉત્તર વિસ્તારને પાર કરીને પશ્ર્ચીમ તરફ આગળ વઘ્યું હતું. આ વાવાઝોડાના કારણે દરીયાઇ મોજા ૧પ ફુટથી વધુ ઉંચાઇ પર ઉછળ્યા હતા. એવું નેશનર હરીકેન સેન્ટરના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ વિસ્તારને ઝપેટે લેવાની આશંકા હોઇ ફલોરિયા સરકાર રીક સ્કોટ દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી હતી.

ઇરવાના કારણે અમેરિકાના ઇતિહાસમા સૌથી મોટી તબાહી નોંધવામાં આવી છે. જેના કારણે કરોડો ડોલરની નુશકાની તેમજ અમેરિકાની ત્રીજા ભાગની વસ્તી તેની ઝપેટે ચડી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે મહત્વના પ્રવાસન સ્થળો પર પણ અસર પહોંચી છે.

જેના કારણે અર્થવ્યવસ્થા પર પણ માઠી અરસ પહોંચી છે.

ફલોરિયામાં વસતા ૧૧ લાખ ઘરો અને ધંધાર્થીઓ વાવાઝોડાની ઝપેટે ચઢયા હતા. જેના કારણે દક્ષિણ ભાગમાં તબાહી મચી ગઇ હતી. એવું ફલોરિયાના પાવર અને લાઇટ યુટીલીટીના સુત્રોએ જણાવ્યું હતું ઇરમાએ હરિકેનથી ચતોથી કેટેગરી છે. જેણે ફલોરિયાના નીચેના વિસ્તારોમાં આવેલા મહત્વના અને મુખ્ય કહી શકાય તેવા વિસ્તારોના લોકો પ્રભાવિત થયા હતા. આ વાવાઝોડાના કારણે કદી ન જોયા હોય તેવા ક‚ણ દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. મિયામીમાં એક રાત્રીના બાળકનો જન્મ પાડોશીઓની મદદથી અપાવવાનો વારો આવ્યો હતો. કારણ કે તેની સારવાર અને દેખરેખ કરતા તબીબો અને તેમના ઇમરજન્સી વિભાગને ફોન મળી શકયા ન હતા. આ અંગે તેણીએ ટવીટર પર માહીતી આપી હતી. હાલ તે બન્ને હોસ્પિટલમાં નથી.

આ વાવાઝોડા અંગે ફલોરિડાના ૬૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. જે રાજયની વસ્તીના ત્રીજા ભાગના છે એવું નિવેદન ફલોરિડાના એક અધિકારીએ આપ્યું હતું. આ ઉપરાંત ઇરમા માટે વધુ એક ચેતવણી ફલોરિયાના અધિકારીઓ એ બહાર પાડી હતી. જેમાં વાવાઝોડાના તબાહીથી પોતાની જાતને સુરક્ષિત રાખવા જણાવાયું હતું. પાસ્કોના શેરીફની ચોફીસ દ્વારા વાવાઝોડાને શસ્ત્ર દ્વારા રોકવાની કોશીષ નહી કરતા કારણ કે તેને તમો રોકી શકશો નહી અને આ રીતે કરવાથી તમે જ જોખમમાં મુકાઇ જશો તેવી ચેતવણી પણ શનિવારે આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.