Abtak Media Google News

ગોડ’સ ઓવન  ક્નટ્રી

બોટ રેસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રૂા.૫.૯ કરોડના ઈનામોની જાહેરાત, ૨૩મી નવેમ્બરે રેસનું સમાપન: ઓણમની ઉજવણી પણ બનશે આકર્ષણનું કેન્દ્ર: કેરળ ટુરીસ્ટરો માટે હોટ ફેવરીટ, ચાલુ વર્ષના પ્રમ ત્રણ માસમાં ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા અધધધ… ૪૧ લાખને પાર

ગોડ’સ ઓવન  ક્નટ્રી ગણાતા કેરળનું કુદરતી સૌંદર્ય સૌ કોઈને આકર્ષે છે. વધુમાં આ કુદરતી સૌંદર્યની સાથે સાથ હાલ ચેમ્પિયન્સ બોટ લીગનું આહલાદક નઝરાણું પણ પ્રવાસીઓને માણવા મળી રહ્યું છે. આ રેસ ૨૩મી નવેમ્બર સુધી ચાલવાની છે. બોટ રેસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા આ લીગને રૂા.૫.૯ કરોડના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. રેશની સાો સા ઓનમની ઉજવણી પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. ઉલ્લેખનીય છે કે, કેરળ ટુરીસ્ટો માટે હોટ ફેવરીટ રહ્યું છે. ચાલુ વર્ષના પ્રમ ત્રણ માસમાં ઘરેલું પ્રવાસીઓની સંખ્યા અધધધ… ૪૧ લાખને પાર ઈ છે. કેરળ ટુરીસ્ટ ઈમ્ફોર્મેશન ઓફિસર પ્રેમભાસ આર.સી.એ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેરળ તેના અદ્ધુત બેક વોટર્સમાં ચેમ્પિયન્સ બોટ લીગ (સીબીએલ)ની પ્રમ આવૃત્તિની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમજ ઓનમની ઉજવણી પણ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે ત્યારે અમે આ સિઝનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો વાની અપેક્ષા રાખી રહ્યાં છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સીબીએલઓ પ્રારંભ થયો હતો અને તે નવેમ્બર સુધી ચાલશે. આઈપીએલ ફોર્મેટની માફક તે આ વર્ષે મોનસુન ટુરિઝમને બળ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દરેક વિક એન્ડમાં કેરળ આવતા કોઈપણ પ્રવાસી કોઈપણ ટુરીઝમ બેક વોટર્સમાં ચેમ્પિયન્સ બોટ રેસ જોઈ શકશે. દરેક વિક એન્ડમાં ૧૨ રેસના આયોજન બાદ ૨૩મી નવેમ્બરના રોજ કોલ્લામમાં પ્રેસિડેન્ટ્સ બોટ રેસ સોની તેની સમાપ્તિ કરાશે. પ્રવાસીઓ માટે તે વર્લ્ડ કલાસ અનુભવ બની રહેશે.

ટીકીટેડ સીબીએલ સ્નેક બોટ રેસનું પત્રક આ મુજબ છે: ૭ સપ્ટેમ્બર (થાઝાાંગડી, કોટ્ટાયમ), ૧૪ સપ્ટેમ્બર (કુરુવટ્ટા, અલાપુઝા), ૨૮ સપ્ટેમ્બર (પિરોવમ, અર્નાકુલમ), ૫ ઓકટોબર (મરિન ડ્રાઈવ, કોચી), ૧૨ ઓકટોબર (કોટ્ટાપ્પુરમ્, થ્રિસુર), ૧૯ ઓકટોબર (પોન્નાની, માલાપુરમ્), ૨૬ ઓકટોબર (કાનિકારી, અલાપુઝા),  ૨ નવેમ્બર (પુલીન્કુન્ન, અલાપુઝા), ૯ નવેમ્બર (કાલાડા, કોલ્લમ) અને ૨૩ નવેમ્બર (પ્રેસિડેન્ટ્સ ટ્રોફિ બોટ રેસ, કોલ્લામ.)

વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેરળમાં ઘરેલું પ્રવાસીઓની સંખ્યા ૪૧,૯૦,૪૬૮ નોંધાઈ છે, જે વર્ષ ૨૦૧૮માં સમાન સમયગાળામાં ૩૮,૭૭,૭૧૨ હતી અને તે ૮.૦૭ ટકાની વૃદ્ધિ સૂચવે છે. પ્રવાસન સચિવ રાની જ્યોર્જે જણાવ્યું હતું કે, ઘરેલું પ્રવાસીઓની સંખ્યામાં વધારો દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૧૯ બાદ રાજ્યમાં પ્રવાસનમાં સંપૂર્ણ સુધારો આવ્યો છે. ગત વર્ષે ભારે પુરી અસરગ્રસ્ત અર્નાકુલમ, અલાપુઝા અને ઈદુકી જિલ્લાઓમાં ઘરેલું પ્રવાસીઓની સંખ્યામાં વધારો સુચવે છે કે કેરળમાં પ્રવાસન પુન: પાટે ચડ્યું છે.

ભારતભરના પ્રવાસીઓ રાજ્યમાં સમૃદ્ધ વારસાની સાથે સાથે ઓનમની ઉજવણી પણ કરી શકશે. તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યોર્જે જણાવ્યું હતું કે, અમારૂ મીશન તમામ પ્રકારના પ્રવાસીઓને બેજોડ ટ્રાવેલ એકસપિરિયન્સ પૂરો પાડવાનો છે, ભલે તે અપસ્કેલ ટુરિસ્ટ હોય. બેકપેકર, એડવન્ચર સીકર, ઈતિહાસના ચાહક હોય કે પછી હનીમૂનર હોય.

બાલાકિરણે જણાવ્યું હતું કે, કુન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ધાટન કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું છે કે જ્યાં ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ છે. આ એરપોર્ટ કુર્ગ, કોઈમ્બતુર, મૈસુર સહિતના ડેસ્ટિનેશનને સાંકળી લેશે. જે દક્ષિણ ભારતના ટુરિઝમ ગેટવે છે. તેનાી ઉત્તમ કેરળમાં બેકાલ અને વાયનાડ જેવા સપિત ડેસ્ટિનેશનને પણ લાભ શે તા કુન્નુર અને કાસારાગોડ જિલ્લાઓમાં વિજયાપારામ્બા બેક વોટર્સ, કુપ્પામ અને રાનીપુરમ્ જેવા ઓછા જાણીતા ડેસ્ટિનેશનને પણ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.