વર્લ્ડ ફૂડ ડે : સ્વાદ રસિકોની મનપસંદ વાનગીઓનો આહલાદક ચિતાર

આજે વર્લ્ડ ફૂડ એટલે વિશ્વ ખોરાક દિવસ છે. ખોરાક એ તમામ જીવોમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જીવોને જરૂરી કાર્ય કરવા માટે ઉર્જા ખોરાકમાંથી મળે છે. ખોરાક વિના કોઈ જવી ટકી શકે નહીં. ત્યારે મનુષ્યોને જ ખોરાકમાં પસંદગી કરવાની શક્તિ ઈશ્વરે આપી છે. મનુષ્યો અલગ અલગ પ્રકારના ખોરાક તેમની રુચિ પ્રમાણે લેતા હોય છે. દિન પ્રતિદિન હવે ખોરાકમાં પણ અનેકવિધ પ્રકારની વાનગીઓનો ઉમેરો થઈ રહ્યો છે.

જ્યારે વાત ખોરાકની કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજાને સ્વાદરસિક પ્રજા તરીકેનું બિરુદ મળ્યું છે. અહીંના લોકો દિવસમાં પાંચ વાર જમે છે તેવું પણ કહેવામાં આવે છે. ખોરાકથી માંડીને નાસ્તા સુધીમાં અનેકવિધ પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ છે અને લોકો તેનો લુફત ઉઠાવતા હોય છે. હાલ પશ્ચાતીય દેશોની વાનગીઓ પણ ઠેર ઠેર ઉપલબ્ધ છે ત્યારે લોકોને આ પ્રકારની વાનગીઓ માટે  અલગ દીવાનગી તો છે જ પરંતુ સાથોસાથ દેશી ભાણું પણ લોકોમાં એટલો જ પ્રિય છે.

વાત જો રાજકોટ અને સૌરાષ્ટ્રની કરવામાં આવે તો અહીં તો ખાવાના શોખીનોની વાત જ અલગ છે.

અહીંના લોકોને ’ફૂડીઝ અને સ્વાદરસિક’ના બિરુદ પણ મળ્યા છે. અહીંના લોકો તો ખાવાના એટલી હદે શોખીન છે કે તેની વાફ કરવામાં શબ્દો ખૂટી જાય. અહીંના લોકો તમામ પ્રકારની વાનગીનો લુફત ખૂબ શોખ સાથે માણે છે.

વર્લ્ડ ફૂડ ડે નિમિતે અબતક દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ અને તમામ જિલ્લા અને તાલુકા મથકે પ્રખ્યાત વાનગીઓને કેન્દ્રમાં રાખીને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે કે કઈ જગ્યાએ શું પ્રખ્યાત છે અને તેનો સ્વાદ કેવો છે તે અંગેનો ચિતાર મુકવામાં આવ્યો છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખી બનાવાતા ધ્રાંગધ્રાના ભજીયા સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત

સુરેન્દ્રનગર-ધ્રાંગધા સુમનભાઇ (દુકાનદાર)

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાંમાં આવેલ સુમન દુકાનના ભજીયાં ખૂબ પ્રખ્યાત છે જયા દરરોજ નાસ્તાપ્રેમીઓની ભીડ જામે છે. સૌરાષ્ટ્રભરમાં અહીંન ભજીયાનો સ્વાદ વખણાય છે. અબતક સાથેની વાતચીતમાં આ અંગે દુકાનદાર સુમનભાઇ જણાવ્યું કે, તેઓ ભજીયા બનાવવામાં સ્વચ્છ અને તાજી સામગ્રીનો ઉપયોગ કરે છે. જેથી કરીને ગ્રાહકોને સ્વસ્થ નાસતો મળે. હાલ, કોરોનાની મહામારીને ધ્યાનને લઇ દુકાનમાં સેનિટાઇઝરની પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે. અને સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાય છે. આ અંગે ગ્રાહકોએ જણાવ્યું કે, અહીંના સુમનભાઇના ભજીયાનો સ્વાદ અન્ય ભજીયાવાળા કરતા અલગ છે. અહીંની ચોખ્ખાઇ જોઇ ભજીયા ખાવાનું મન થઇ જાય છે. સ્વચ્છાતાનું ધ્યાન રાખી બનાવતાં ભજીયા માત્ર ધ્રાગધ્રાં જ હિ પણ આજુબાજુના સ્થળોમાં પણ પ્રખ્યાત છે. બસ સ્ટેન્ડ બાજુમાં જ હોવાથી અવર જવર કરતા યાત્રિઓ ચોકકસ પણે અહીંના ભજીયા નો સ્વાદ માંણવા રોકાય છે. ભજીયાઓમાં પણ અહીં ખાસ ગોટા અને મેથીના ભજીયા ખૂબ વખણાય છે.

બગસરા

સવાર હોય કે સાંજ બગસરા વાસીઓ નાસ્તામાંતો સ્વાદિષ્ટ મસાલેદાર ખાજલીજ ખાય છે દરેક ગામની એક પ્રખ્યાત વાનગી હોયજ છે. ત્યારે  બગસરા વાસીઓની ફેવરિટ વાનગી ખાજલી છે નામ લેતાજ મોમા પાણી આવી જાય છે. શા માટે  આ વાનગી પ્રખ્યાત છે તે તમે જાણો છો? સવાર થાય અને નાસ્તા ની યાદ આવે તો ખાજલી યાદ આવે અથવાતો ઘરે મહેમાન આવે ત્યારે બગરસરા વશીઓને ખાજલી યાદ આવે છે. બગસરામાં જૂની નગર પાલિકા પાસે ૬૦ વર્ષ જૂની અડીખમ ઉભી તારાચંદ બાપાની દુકાન યાદ આવે. મહેમાન માટે લેવામાં આવેલી ખાજલી મહેમાન ખાય એટલે એટલૂ તો ચોક્કસ બોલેકે આજે તો મજા આવી અને મહેમાન પણ પોતાની સાથેજ ખાજલી લાઇ જાય હાલ બગસરામાં સ્પેશિયલ  મસાલા ખાજલી માટે રસિકો અમરેલી જીલો તો ખરોજ ઉપરાંત ગુજરાત મુંબઈ સુધીના લોકો  પ્રખ્યાત ખાજલી લેવા માટે આવતા હોય છે.

સ્વાદ રસિકો માટે આકર્ષણનું કોન્દ્ર હોય તો એ છે શિતલ સ્વીટ્સ અહીંની ખાજલી જગ વિખ્યાત છે.

વર્ષોથી ચાલતી ખાજલીની દુકાન બગસરા સહિત સુરત અને મુંબઇમાં પણ પ્રખ્યાત છે. દૂર દૂર દૂરથી લોકો અહીં ખાજલી લેવા માટે આવત હોય છે. અહીંની ખાજલીનો સ્વાદજ અનેરો છે. ત્યારે જોઈએ અહીંની વિશેષતા

શિતલ સ્વીટના માલિક ચંદુલાલા ભાઈએ  અબતક સાથેની વાત ચિત માં જણાવ્યું હતું કે. બગાસરની ખાજલી ખુબજ પ્રખ્યાત છે. બગાસરના લોકો જે બહાર ગામ રહેતા હોય તે અહીંથી મંગાવતા હોય છે. મુંબઇ , સુરત જેવા મોટા શહેરોમાં પણ અમારી ખાજલીની માંગ રહે છે. બહારથી આવેલા લોકો અમારી દુકાનની ખાજલી ચાખે છે. તો મોટા પ્રમાણમાં અમારી પાસેથી મંગાવત હોય છે. અમેં સાદી અને મસાલા બે પ્રકારની ખાજલી બનાવીએ છીએ.

ભાવનગર

ભાવનગરના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક લોકોની નાસ્તાની પહેલી પસંદ એટલે ચોળાફળી અને પાઉં ગાંઠિયા ભાવનગર શહેર ની જો વાત કરવામાં આવે તો ભાવનગર ગાંઠિયા અને ગાંડા માટે જગ વિખ્યાત છે. ભાવનગર ના ગાંઠિયા વિશે બધા જાણેજ છે. ત્યારે આજે આપણે ભાવનગરની એક વર્ષો જૂની દુકાન વિશે જાણીએ ભાવનગરમાં દિલીપભાઈ ના પાઉં ગાંઠીયા ખુબજ પ્રખ્યાત છે. અહીં બટેટા પાઉં અને ગાંઠિયાનું મિશ્રણ કરીને સ્વાદ રસિકોને પીરસવામાં આવે છે. જેની લહેજત ઉઠાવવા ભાવનગરના છેવાડાના વિસ્તારના લોકો પણ આવતા હોય છે. ભાવનગરના નામી અનામી લોકો પણ અહીં પાઉં બટેટા ખાવા માટે આવતા હોય છે. દિલીપ ભાઈને સેલ્ફ એમ્પ્લોયનો એવોર્ડ પણ મળ્યો છે. દિલીપ ભાઈના પાઉં ગાંઠિયા ખાવા માટે ભાવનગરના એસપી સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો આવતા હોય છે. ભાવનગના લોકો દિલીપભાઈને ત્યાં નાસ્તો કરવા  માટે લાઈન લગાવતા હોય છે. પાઉં ગાંઠિયાનો નાસ્તો ભાવનગર સિવાયના શહેરોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. ત્યારે ભાવનગર માં કોઈ મહેમાન આવે તો એ દિલીપભાઈને ત્યાં અચૂક જતા હોય છે. ભાવનગરમાં જે રીતે પાઉં ગાંઠિયાની બોલ બાલા ચાલે છે તેવીજ રીતે ચોળા ફળી  પણ પ્રખ્યાત છે. રાજસ્થાની યુવાન છેલ્લા કેટલાય વર્ષોથી અહીં ચોળા ફળીનું વેચાણ કરે છે. બપોર બાદ પોતાનો વ્યવસાય શરૂ કરતો આ યુવાન ગણતરીની કલાકોમાં પોતાની પાસે રહેલી ચોળાફળીને વેચીને ઘરે પણ જતો રહે છે. ચોળા ફળી ખાવા માટે અહીં લોકોની લાંબી કતારો જામે છે. જોત જોતામાંતો ભાવનગરમાં ૪ બ્રાન્ચ પણ શરૂ કરી દીધી છે. આ યુવાનની ચોળા ફળી ખાવા માટે ભાવનગરના છેવાડાના લોકો પણ અહીં આવતા હોય છે. દિલીપ નાસ્તા ના મલિક ચિરાગ ભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી દુકાન ૪૭ વર્ષથી દુકાન ચાલે છે. આ અમારી ખાસિયત છેકે અમારા બટેટાની પહેલેથી લઇ છેલ્લી પ્લેટ સુધીમાં એક સરખોજ સ્વાદ આવે છે.

કેશોદ

આમ તો અનેકવિધ વાનગીઓનો લુફત ઉઠાવવાની મજા અલગ અલગ હોય છે પરંતુ ઉનાળાની આકરી ગરમીમાં ગોલાની મોજ તો કઈ અલગ જ છે. કેમ ભાઈ ગોલાનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી ગયું ને ? તો જો ગોલાના નામે મોઢામાં પાણી આવી જતા હોય તો સૌથી પ્રખ્યાત ગોલા કયાના છે તે અંગે જાણવું તો ખૂબ જરૂરી છે. કેશોદના રાજ ગોલાની વાત જ નિરાલી છે.

કેશોદના રાજગોલાની શરૂઆત આજથી ૩૧ વર્ષ પહેલા થઈ હતી. દુકાનના માલિક હિતેશભાઈ પરમારે કહ્યું હતું કે, ૩૧ વર્ષ પહેલા દાદાએ ફક્ત ૨૦ પૈસામાં ગોલા વેચવાની શરૂઆત કરી હતી અને આજે અમારી પાસે થોકબંધ વેરાયટીના ગોલા ઉપલબ્ધ છે. કેશોદ અને આસપાસના વિસ્તારમાં રાજ ગોલાનું નામ પડતાની સાથે જ લોકો પાગલ થઈ જાય છે. લોકો અમારા ગોલા માટે પડાપડી કરતા હોય છે. બપોર હોય કે રાત લોકો ગોલા લેવા માટે સતત આવતા હોય છે. ગોલા માટે અમે કેશોદના આસપાસના વિસ્તારમાં હોમ ડિલિવરીની સુવિધા આપીએ છીએ જે કોઈ આપતું નથી. અમને આસપાસના વિસ્તારમાંથી થોકબંધ ઓર્ડર મળતા હોય છે જેથી અમે ઠેર ઠેર ગોલા પહોંચાડીએ છીએ. રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ગોલાની માંગ વધતા અમારે રાજકોટ અને સુરત ખાતે બ્રાન્ચ ખોલવી પડી છે. અમારા ગોલા ખાવા માટે લોકો બહારગામથી પણ આવે છે જે અમારા માટે ગર્વની વાત છે.

ભજીયા તો મયુરના જ : ૧૯૭૬થી શરૂ થયેલી સફર અવિરત ચાલુ

ઉપલેટા

સ્વાદપ્રેમી જનતામાં ભજીયા પ્રત્યેની દીવાનગી કઈક અલગ જ છે તેમાં પણ જ્યારે ભજીયાનું નામ પડે ત્યારે મયુરના ભજીયા તો યાદ આવી જ જાય. વર્ષ ૧૯૭૬માં ઉપલેટાથી મયુર ભજીયાની શરૂઆત થઈ હતી. જે હાલ ખાલી ઉપલેટા કે રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભજીયા માટે એક બ્રાન્ડ જેવી નામના પ્રાપ્ત કતી ચુકી છે. ભજીયામાં અનેકવિધ પ્રકારની વેરાયટી અને ચટણીથી વધુ રસપ્રચુર બનાવવામાં આવે છે.

અબતક સાથે ની વતચિત દરમિયાન ઉપલેટના પ્રખ્યાત મયુર ભજીયા ના માલિક મગનભાઈ એ જણાવ્યું હતું કે ઉપલેટા માં ૧૯૭૬ માં મયુર ભજીયા ની નાની એવી દુકાન થી શરૂઆત કરવામાં આવી હતી. અમેં પતરી ના ભરેલા મરચા ના અને ફુલવડી ભજીયા બનાવીએ છીએ. જેમાં ભરેલા મરચા માં અમારી માસ્ટરી છે. અમે જ્યારે થી ભજિયા બનાવવા નું શરૂ કર્યું છે ત્યારે જે ટેસ્ટ હતો તે આજે પણ બરકરાર છે. ઉપલેટા માં આવતા લોકો અમારે ત્યાં ના ભજીયા અચૂક પણે ખાય જ છે. અમે રાજકોટ ઉપરાંત સુરત માં પણ મયુર ભજીયા ની શરૂઆત કરી છે બંને શહેર ના લોકો સ્વાદ રસિકો છે. તેથી ત્યાં પણ અમારા ભજિયાં પ્રખ્યાત છે.વર્ષો થી લોકોને સ્વાદિષ્ટ ભજીયા આપવામાં ક્યારેય બાંધછોડ કરી નથી .અમે સીંગતેલ નો જ ભજિયા બનાવવામમાં ઉપયોગ કરીએ છીએ.અમારી તમામ વસ્તુઓ ગુણવત્તા યુક્ત હોવાથી લોકો માં પ્રખ્યાત છે.

તલોદના ગોટા સ્વાદ રસિકો માટેની હંમેશા પહેલી પસંદ

ઇડર કે જેને પહાડોનું નગર કહેવામાં આવે છે . અહીં દૂર દૂર થી લોકો ફરવા માટે આવતા હોય છે. ત્યારે તેવીજ રીતે ઇડર નજીક આવેલા તાલોદમાં ગોટા પ્રખ્યાત છે. અહીં લોકો દૂર દૂરથી ગોટા ખાવા માટે આવતા હોય ચ૩. મોટી સાઈઝના અને સ્વાદમાં પણ અત્યંત સ્વાદિષ્ટ ઈવા તાલોદના ગોટા ઇડર મહેસાણા સહિતના વિસ્તારોમાં પ્રખ્યાત છે. અહીંના ગોટાની લોકોને લત લાગી હોય તેમ અઠવાડિયામાં એકવાર તો ખાવા માટે આવતાજ હોય છે. સવાર હોય બપોર હોય કે પછી રાત હોય લોકો અહીં ગોટા ખાવા માટે આવતાજ હોય છે. ઇડરમાં જેમ ફરવા માટે દૂર દૂરથી લોકો આવે છે તેમ તાલોદ ગોટા માં લોકો દૂર દૂરથી ગોટા ખાવા માટે આવતા હોય છે.  ઇડર નજીક આવેલા તલોદમાં ગોટા ભાજીયાની દુકાન આવેલી છે. જેને તલોદ ગોટા તરિકે ઓળખવામાં આવે છે. અહીં ગોટા ખાવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. ઇડર અને મહેસાણા જિલ્લા માં તલોદના ગોટા ખુબજ પ્રખ્યાત છે. ત્યારે તેમના મલિકે ગોટા બનવવાની રેસીપી તેમના પિતાજી પાસેથી શીખી હતી.

તલોદ ગોટાના માલિક મનોજ કુમાર પ્રજાપતિએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે મારા પિતાજી પાસેથી ગોટા બનવતા શીખ્યો છું. મારા પિતાજી જે રીતે ગોટા બનવતા હતા તે પ્રમાણેજ હું પણ બનવું છુ. અમે ગોટા બનવવા માટે લીલા શાકભાજી, મરચા, અને મસાલા નો ઉપયોગ કરીએ છીએ. ૧૦ મિનિટમાં અમે ગોટા તૈયાર કરીને આપીએ છીએ .જેને ખાવા માટે દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે.

તલોદ ગોટા પર આવેલા ગ્રાહક જયેશ ભાઈએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે હુ મહેસાણાથી ગોટા ખાવા માટે આવ્યો છું. અહીંના ગોટા સ્વાદની સાથે સાથઈ સારી ક્વોલિટીના હોય છે. સવારે નાસ્તો હોય કે પછી જામવાનું અહીંના ગોટા એવર ગ્રીન છે. દર પંદર દિવસે અહીં ગોટા ખાવા માટે આવું છુ

સોમનાથની મીઠી વાનગીના શોખીનો માટેની સર્વોત્તમ જગ્યા એટલે જલારામ સ્વીટ્સ

સોમનાથ

સોમમનાથ કે જ્યાં ૧૨ જ્યોતિર્લિંગ  માંથી એક જ્યોતિર્લિંગ આવેલું કે જ્યાં વર્ષ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે આવેતો ખાલી હાથ ક્યારેય આવતા હોતા નથી કાંઈકને કાંઈક પ્રસાદિના રૂપમાં ધરવા માટે લાવત હોય છે. સોમનાથ ખાતે આવેલી જલારામ ડેરીફાર્મ ૧૯૮૨થી ચાલી રહ્યું છે. જલારામ ડેરીફાર્મમાં બહાર ગામ થી આવતા ભક્તોજ નહીં અહીંના સ્થાનિકો પણ મીઠાઈ લેવા માટે આવતા હોય છે.

જલારામ ડેરી ફાર્મના માલીક ઉમંગભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૨૯૮૨થી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અમારા વડીલોએ આ વ્યવસાય શરૂ કર્યો છે. વધુમાં તેમનણે જણાવ્યું હતુંકે અહીં વહેંચાતી દરેક મીઠાઈઓ કારીગરને રાખીને અમારા જ કારખાનામાં બનવવવામાં આવે છે. અમે ૩૫ જેટલી વેરાયટીની મીઠાઈઓ બનાવીએ છીએ . જેમાં અમારી સ્પેશીયલ પેંડા, થાબડી, કાજુ કતરી સહિતની૧૦ જેટલી મીઠાઈઓ છે. વડીલો દ્વારા આ સ્વીટ માર્ટનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો જેને હજી  વધુ  આગળ વધારવા મહેનત  કરવામાં આવી હતી. સોમનાથ ના લોકો અહીં મીઠાઈ લેવા માટે આવતા હોય છે.

૧૧૦ વર્ષ જુના મસ્ત લસણીયા સેવ મમરા : સ્વાદ અને ગુણવતા સભર

જેતપુર

સૌરાષ્ટ્રમાં આમ તો ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે પણ વાત જો જેતપૂરની કરવામાં આવે તો અહીંની તાસીર અને પસંદગી ખૂબ અલગ છે. ઠેર ઠેર વાનગીઓ પ્રખ્યાત છે ત્યારે જેતપુરની સૌથી પ્રખ્યાત વસ્તુ સેવ મમરા છે. તેમાં પણ નાથાલાલ શામજીભાઈ બોસમિયાના સેવ મમરા ખાલી રાજયમાં જ નહીં સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. નાથાલાલ શામજીભાઈ બોસમિયાના માલિકે કહ્યું હતું કે અમે છેલ્લા ૧૧૦ વર્ષથી સેવ મમરા બનાવીએ છીએ. જેતપુર ખાતે અમારી દુકાન ૧૧૦ વર્ષથી કાર્યરત છે. અહીં અમે જે રીતે સેવ મમરાનું ઉત્પાદન કરીએ છીએ તે પદ્ધતિ થોડી અલગ છે. સેવ મમરા જેટલા મસાલેદાર એટલા વધુ મનપસંદ. અમે આ ઉક્તિ સાથે જ સેવ મમરામાં લસણની ચટણી અને મરચાની ચટણીનો ઉમેરો કરીએ છીએ. તેની સાથોસાથ અમે તમામ પ્રકારની ગુણવતાનું ધ્યાન રાખવામાં આવે છે.

લોકોના સ્વાસ્થયની કાળજી રાખવા માટે અમે સેવ મમરાનાનો વધાર શુદ્ધ સીંગતેલમાં જ કરીએ છીએ. અમારા સેવ મમરા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી તો લોકો લેવા આવે છે જ તેની સાથોસાથ સુરત, અમદાવાદ, વડોદરા તેમજ મુંબઇ, કોલકાતા, દિલ્લી, ચેન્નઈથી પણ લોકો અમારા સેવ મમરાના ઓર્ડર આવતા હોય છે.

મોટી સંખ્યામાં સેવ મમરાના ઓર્ડર અમને સમગ્ર દેશમાંથી મળતા હોય છે. તેની સાથોસાથ અનેકવિધ લોકો અને એનઆરઆઈ પણ સેવ મમરા લઈને વિદેશ જય છે જેથી કહી શકાય કે ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ સેવ મમરા પ્રખ્યાત છે.

સ્વાદરસિકોએ કહ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી સેવ મમરા ખાઈએ છીએ. જ્યારથી અમે સેવ મમરા ખાઈએ છીએ ત્યારથી એક જ સ્વાદ અને ગુણવતા જોવા મળે છે. અમે જોતા હોઈએ છીએ કે ઠેર ઠેરથી લોકો સેવ મમરા લેવા માટે આવતા હોય છે.

ભૂંગળા બટેટા સાથે ’ધોરાજી વાળા’ શબ્દ વણાઈ ગયો

ધોરાજી

અલગ અલગ તાલુકા જિલ્લાની અલગ અલગ પ્રખ્યાત વાનગીઓ હોય છે. તેમાં ઓણ જો ધોરાજીની જો વાત કરવામાં આવે તો ધોરાજીમાં સૌથી વધુ પ્રખ્યાત ભૂંગળા બટેટા છે. ત્યાં સુધી કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ભૂંગળા બટેટાના ધંધાર્થીઓ સાથે ધોરાજી વાળા શબ્દ વણાઈ ગયો છે.

ધોરાજી ખાતે ભૂંગળા બટેટાના ધંધાર્થીઓએ અબતસ્ક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી ધોરાજીમાં મસાલેદાર સિંગ સાથે ભૂંગળા અને બટેટાનું વેચાણ કરવામાં આવે છે. બટેટાને સ્વાદિષ્ટ બનાવવા અનેક પ્રકારના મસાલાઓની સાથે લસણની ચટણીનો ઉમેરો કરવામાં આવે છે જેથી બટેટા વધુ ચટાકેદાર બની જાય છે. ધોરાજી શહેરમાં ઠેક ઠેકાણે ભૂંગળા બટેટાનું વેચાણ થાય છે.  કોઈ વ્યક્તિ જ્યારે ધોરાજી આવે અને પૂછે કે નાસ્તામાં શું ખવાય ત્યારે સૌથી પ્રથમ જવાબ એ જ હોય છે કે ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા એટલા પ્રસિદ્ધ છે કે, રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભૂંગળા બટેટાનું વેચાણ થતું હોય તેમાંથી ૫૦% ધંધાર્થીઓના બોર્ડમાં નામની સાથે ’ધોરાજી વાળા’ શબ્દ જોવા મળે છે. હાલ સમગ્ર રાજ્યમાં ધોરાજીના ભૂંગળા બટેટા ખૂબ જ પ્રખ્યાત છે. ધોરાજીના વેપારીઓ ભૂંગળા બટેટામાં રેડ ચીલી અને ગ્રીન ચીલી ફ્લેક્સનો ઉમેરો કરવામાં આવે છે જેથી ભૂંગળા બટેટા વધુ મસાલેદાર બની જાય છે જેથી તમામ વર્ગને ભૂંગળા બટેટા ખાવા પસંદ પડે છે. અહીંના બટેટા એટલા સ્વાદિષ્ટ બનાવામાં આવે છે કે અમુક લોકો ફક્ત બટેટા જ ખાય છે અને ઘરે પણ લઈ જતા હોય છે. ધોરાજીના ભૂંગળા બટેટા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ભૂંગળા બટેટાના વેચાણથી ધંધાર્થીઓને રોજી રોટી પણ મળી રહે છે અને લોકોને સ્વાદિષ્ટ નાસ્તો પણ મળી રહે છે.

અવનવી વાનગીના સ્વાદની અનેરી લિજજત

લોકોને ઓથેન્ટિક ફૂડ પીરસવા તૈયાર જસ્સી દે પરાઠે:- અંકુશ કુમાર (મેનેજર જસ્સી દે પરાઠે )

જસ્સી દે પરાઠે રેસ્ટોરન્ટ મેનેજર અંકુશ કુમારે અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ ડે ના દિવસે અમે અમારા રેસ્ટોરન્ટનું ઓથેન્ટિક ફૂડ લોકોને પીરસુ અમારા રેસ્ટોરન્ટ સાથે લોકોની વિશ્વસનીયતા  જોડાયેલી છે ત્યારે આ દિવસના અમે સ્વાસ્થ્યવર્ધક અને પ્રોટીનયુક્ત ભોજન લોકોને ખાવાનો આગ્રહ કરીશું જસ્સી દે પરાઠે હંમેશા લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે ભોજનમાં ભરપુર પ્રોટીન આહાર  લોકોને મળે તેવા હેતુથી અમારી દરેક ડિસીઝ એવી રીતે જ બનાવવામાં આવે છે લોકોને પંજાબના પરોઠાનો સ્વાદ રાજકોટમાં મળી રહે તેવા ઉદ્દેશથી અમે વિવિધ પરાઠા બનાવી છે હાલ ગ્રાહક અહીં મન મૂકીને તેમના પરિવાર સાથે આવી એમની મનપસંદ વાનગીઓનો સ્વાદ માણેછે વર્લ્ડ ફૂડ ડે ના શક્ય હોય એટલું લોકોએ તેમની આસપાસ કોઈ ભૂખ્યું ના રહે તેનો ખ્યાલ રાખવો હંમેશા જે લોકોને અન્નની જરૂર હોય તેને મદદ માટે આગળ આવવું અમે પણ થોડુંક વધારે બનાવીએ છીએ જેથી અમારી આસપાસ ના કોઈ ભૂખ્યા લોકો હોય તેને આપી અને તેમની ભૂખ સંતોષી શકે લોકોએ પોતાની મનપસંદ વાનગીઓ માટે હમેશા અલગ અલગ જગ્યા પર જવું જેથી તેમને જગ્યા નો પણ આનંદ મળે અને તેમની મનપસંદ વાનગી નો પણ આનંદ લઈ શકે અમારી સબ્જી નો લુફત ઉઠાવવા રાજકોટની બહારથી પણ સ્વાદ શોખીનો આવે છે ત્યારે મને જણાવતા ખુબ ખુશ થાય છે કે આજે જસ્સી દે પરાઠે લોકોના ઘર સુધી પહોંચી ગયું છે

ભોજનની અંદર હંમેશા નાની બાબત મહત્વપૂર્ણ હોય છે અમારી દરેક ડિસીઝમાં અમે એનું વધુ ખ્યાલ રાખતા હોય છે મારી પોતાની વાત કરું તો મને પણ અમારા પનીર પરાઠા ખુબ જ ખાવા પસંદ છે દરેક ફેમિલી અહીં અમારી સબ્જી પરાઠા અને લસ્સીનો આનંદ ઉઠાવી પોતાનો ચોક્કસ સમય વિતાવવા આવે છે ત્યારે આ વર્લ્ડ ફૂડ ડે ના દિવસે લોકો એ તેમની મનગમતી વાનગીઓને બનાવી અને બીજા લોકોને પીરસે એવી મારી દરેક ફૂડ પ્રેમી ને અપીલ છે

આ વર્લ્ડ ફૂડ ડે સ્વઈચ્છાથી નક્કી કરીએ આપણી આસપાસના ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારીએ :- મેહુલભાઈ કોટેચા (મેહુલ કિચન ઓનર)

મેહુલ કિચન ઓનર મેહુલભાઈ કોટેચા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે  એફ એ ઓ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે વર્લ્ડ ફૂડ ડે આ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે  આ વરસનો મેસેજ ખૂબ જ સચોટ અને ચોકસાઈ પૂર્વક નો છે આ મેસેજ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યો છે લોકો ભૂખ્યા ન સૂવે  તેવા હેતુસર વર્લ્ડ ફૂડ ડે ની થીમ રાખવામાં આવી છે કોઈ પણ માણસ ભૂખ મરી ના કારણે મૃત્યુ પામવુ જોઈએ નહીં જો વર્લ્ડ લેવલની વાત કરું તો ૩૩ ટકા લોકો ભૂખ મરી ના કારણે મૃત્યુ પામે છે આ ઉપરાંત રાંધેલા અન્નો ૩૩ ટકા બગાડ વર્લ્ડ લેવલે થાય છે તો ખરેખર આ વેસ્ટેજ ફૂડ ઓછુ થવું જોઈએ શક્ય હોય તેઓ બંધ થઈ જવું જોઈએ ત્યારે આવા ભોજન બાગાડ બંધ થતાં ભૂખ્યા લોકોને  તેમના ભાગનું ભોજન મળી રહે ઘરે પણ ગણતરી મુજબની રસોઈ કરવી અને રેસ્ટોરન્ટ હોટલમાં જમવા જઈએ

ત્યારે ગણતરી મુજબ નું ભોજન ઓર્ડર કરવું આ પગલા થકી આપણે અન્નના બગાડ ને થતો અટકાવી શકીએ આ વખતે અમે અમારી બંને મેહુલ કિચન આઉટલેટ ના ૧૦ટકા વેપાર નો હિંસા અથવા ફૂડ અમે લોકલ આ એન જી ઓ ને આપવાના છી તેઓ આ નો યોગ્ય ઉપયોગ કરી સ્લમ  વિસ્તાર ના ભૂખીયા બાળકો ને પૂરું પાડશે આપણે કોઈપણ વ્યક્તિને ભૂખ્યા જોતા હોય ત્યારે આપણને ખુદને પણ જમવું પસંદ નથી ત્યારે આ આ વર્લ્ડ ફૂડ ડે ના લોકો પોતાના સ્વઇચ્છાથી ભૂખથી પીડાતા લોકોની મદદે આગળ આવે તેવી મારી દરેક દેશના નાગરિકને અપીલ છે.

લોકો ભૂખ્યા ઉઠે ખરા પરંતુ ભૂખ્યા સુવે નહીં વર્લ્ડ ફૂડ ડે નો  સંદેશો લોકો સુધી  પહોંચાડવા માંગું છું :-  ફુડી મોંક યસીરાહ અલવી

ફૂડ બ્લોગર ફોડી મોંક યસીરાહ અલવી એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે જેવી રીતે આપણે વેલેન્ટાઈન દિવસ યાદગીરીમાં ઉજવી છી એ જ રીતે વર્લ્ડ ફૂડ ડે યાદગરી માટે ઉજવાય તો ખરી પરંતુ આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે લોકો ભૂખ્યા ઉઠાડે ખરા પરંતુ ભૂખ્યા સુવે નહીં તેવા હેતુથી હું અને મારી ફૂડ બ્લોગર કમીટી હર હંમેશ સમાજના હિત માટેના કાર્યો કરતા રહેતા હોય છી આ વર્લ્ડ ફૂડ ડે ના આમારી કમિટી ભુખ્યા લોકો ને રેસ્ટોરન્ટનું લોકપ્રિય ફુડ ખવડાવવાનો પ્રયત્ન કરવાના છી ફૂડ ને લઈને વાત કરું તો અમે ગુજરાતી ફૂડ પર વધારે ભાર મુકતા હોય છી તેમજ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ ની અંદર પિઝા અને ઇટાલિયનખુઝીનો  ખાવાનો શોખ લોકો માં  વધ્યો છે ત્યારે લોકોની મનપસંદ વાનગીઓ બતાવવાની અમે હરહંમેશ કોશિષ કરતા હોય છે અને મારી  વાત કરું તો હું સ્ટ્રીટ ફૂડ ખાવું ખૂબ જ પસંદ કરું છું મને રસ્તા પર જે સારી આઈટમ લાગે છે હું તરત જ ટેસ્ટ કરવા ઊભી રહી જવું છું નાના વેનડરો માટે પણ હું તેમની સ્વાદિષ્ટ આઇટમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કાઠીયાવાડી પંજાબી ચાઈનીઝ અને પાણીપુરીનો શોક લોકોમાં વધુ જોવા મળે છે આ ડિસીઝ પાછળ તેઓ પોતાનો યાદગાર સમય વિતાવે છે હાલ કોરોના ની મહામારીને કારણે લોકો ઘરેથી બહાર જમવાનું તેમજ તેમની મનપસંદ વાનગીઓ ખાવાનું ટાળી રહ્યા છે ત્યારે બ્લોગરો માટે પણ ઘણા પડકારો ઊભા થયા છે હાલ અમે કોઈ જગ્યા પર બ્લોગીંગ કરી શકતા નથી જોવા જઇતો અમે કોઈ ડિસીઝ પણ હાલ એક્સપ્લોર કરી શકતા નથી આ પરિસ્થિતિમાં અમારી આજીવિકા પણ હાલ બંધ છે અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે પણ મંદી જોવા મળી રહી છે ત્યારે મારી આ વર્લ્ડ ડેના લોકોને અપીલ છે કે તેઓ તેમની મનપસંદ વાનગીઓ ખાવા તેમની મનપસંદ જગ્યા ઉપર જાય ખાસ  નવી ડીઝીસ નો સ્વાદ અનુભવે હાલ રાજકોટના યુવાનોમાં મેગી પાસ્તા અને પીઝા ખાવા નો ક્રેઝ વધ્યો છે ત્યારે બીજી બાજુ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લોકોએ પ્રોટીનવાળો ખોરાક લેવાનું શરૂ કર્યો છે ખાસ જે ઘરેલુ ચીજ વસ્તુઓ માંથી પ્રોટીન મળે છે તે લોકોએ ખૂબ ખાવું જોઈએ પોતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું ફૂડ  માણું  જોઈએ તમારી આસપાસ જે લોકો ભૂખ્યા દેખાય તેઓને મદદ કરવી ચૂકશો નહીં આ આપણી નૈતિક ફરજ સમજી કરવી અને આગળ વધારવી તેવી મારી સૌને શુભેચ્છાઓ આ વર્લ્ડ ફુડે ની છે

વર્લ્ડ ફૂડ ડે ઉજવણીના પગલે દેશમાં ભૂખમરાને નાથવાનો પ્રયાસ શરૂ કરવો જરૂરી:- નંદનભાઈ પોબારૂ (ચીલીઝા રેસ્ટોરન્ટ)

ચિલિઝા રેસ્ટોરન્ટના ઓનર નંદનભાઈ પોબરુ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ ડે ના માધ્યમથી દેશની ભૂખમરીને નાથવાનો પ્રયાસ શરૂ કરવો અત્યંત જરૂરી લોકોએ આ વખતે તેની ઉજવણી કંઈક અલગ રીતે કરવી ત્યારે આ વખતે નો મેસેજ પણ એ જ છે કે લોકો ભૂખ્યા સુવે નહીં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખતા વર્લ્ડ ફૂડ ડે ઉજવણી ની થીમ યોજવામાં આવી છે શક્ય તેટલું જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન પહોંચાડું ત્યારબાદ વલ્ડ ફૂડ ડે ની ઉજવણી કરવી આ વખતે લોકો પોતાના ઘરોમાં જ રહીશ પોતાની મનપસંદ વાનગીઓનો આનંદ માણી રહ્યા છે ત્યારે હવે હોટેલ રેસ્ટોરન્ટ પણ ખુલી ચુક્યા છે અને સાવચેતીના તમામ તકેદારીઓ થી લોકોની દેખરેખ ત્યાં રાખવામાં આવે છે ત્યારે આજે મને જણાવતા આનંદની લાગણી થાય છે કે હું અમારા રેસ્ટોરન્ટ થી ત્રણ નવી ડિશ લોન્ચ કરવા જઈ રહ્યો છું જે લોકોને ખુબ જ ભાવસે  તેવી મારી આશા છે આ ઉપરાંત મારાજ રેસ્ટોરન્ટ ખાતે પીઝા પાસ્તા બ્રુનીઝ નાચો સાથે સ્ટ્રીટ ફૂડ નું પણ ખ્યાલ રાખતા લોકો ને તેમની રસ્તા પરની મનગમતી વાનગીઓ મળી રહે તેવા હેતુથી મારા કલાફ્રીઈયો કાફે ખાતે શરૂ કરી છે લોકો અહીં મન મૂકી તેમની સ્ટ્રીટ ફુડની વાનગીઓ ખાવાની પસંદ કરે છે ત્યારે મારી પોતાની જ વાત કરું તો હું પણ ફુડી છુ કુક કરવું મને ગમે છે અને બધી જ પ્રકારના ફૂડ નો સ્વાદ લેવો મને ગમે છે ત્યારે આજથી જ મારી આ નવી ડીસીઝનો લોકો સ્વાદ માણી શકશે ત્યારે આ વર્લ્ડ ફૂડ ડે ના લોકો ને મારી નમ્ર અપીલ કે જ્યાં પણ કોઈ ભૂયખું માણસ જોવા મળે ત્યાં હંમેશા તેની જઠરાગ્નિ ઠારવી અને શક્ય એટલું સ્લમ વિસ્તાર અને જરૂરિયાત મંદ બાળકો ને તેમની ભૂખ સંતોસી શકે તેવી સ્વાદિષ્ટ ભોજન ની વ્યવસ્થા પુરી પાડવી

ગુરૂ દા લંગરનો પર્યાય બન્યું વર્લ્ડ ફૂડ ડે થીમ: સનીપાજી (સનીપાજી દા ધાબા)

સનીપાજી દા ધાબા ના ઓનર સનીપાજી એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ ડે ને લય વાત કરું તો અમને વારસામાં ગુરુ દા લંગર મળેલું છે અમારા સમુદાય ની પ્રથમ ફરજ એજ છે લોકો ભૂખીયા સુવે નહીં આજે મને આનંદ થાય છે કે વર્લ્ડ ફૂડ ડે ની થીમ પણ આવીજ કાયક છે લોકો ને તેમની મનગમતી વાનગીઓ પીરસવા હંમેશા આમરું રેસ્ટોરન્ટ તાંતપર્ય રહે છે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ માટે અમે પંજાબ થી અમુક આઇટમ્સ ના મસાલા લાયવી છી જે રાજકોટ ની પ્રજા માટે ખાસ સ્વાદ માં સુગંધ ભળે તેવા હેતુ થી ડિસ પણ બનાવી છી મારી પોતાની મનપસંદ વાનગી દાલ માખની અને પનીર ની સબ્જી છે અમારા રેસ્ટોરન્ટ ખાતે પણ સ્વાદ પંજાબ કા થીમ પર કામ કરવામાં આવે છે લસી ની વાત કરી તો સ્વાદ શોખીનો અહીં આવીને તેનો લુફત ઉઠાવે છે આજે લોકો તેની આસપાસ નો માહોલ જોય સમજાયું કે ખરખર ભૂખ એ મોટી મહામારી છે તેને નાથવી જરૂરી છે અમે પણ લોકડાઉન માં સેવા ઓ આપી છે તેમજ લોકોની ભૂખ  ને વધુ માં વધુ સંતોસી છે આજે વર્લ્ડ ફૂડ ડે નો મેસેજ મારે એજ આપવો છે લોકો તેની આસપાસ ની ભૂખી વ્યક્તિ ને મદદ કરે

Loading...