Abtak Media Google News

રસેલ,નીતીશ રાણા,સુનિલ નારાયણ અને કુલદીપ સામે દિલ્હી ફાવ્યું નહિ

કોલકાતા નાઇટ રાઇડર્સે નીતીશ રાણા અને રસેલની વિસ્ફોટક બેટિંગ બાદ સુનીલ નારાયણ અને કુલદીપ યાદવની વેધક બોલિંગના સહારે દિલ્હી ડેરડેવિલ્સને ૭૧ રને પરાજય આપ્યો હતો. કોલકાતા નાઇટરાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૦૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ ૧૪.૨ ઓવરમાં ૧૨૯ રન બનાવી આઉટ થઈ ગઈ હતી.મેચમાં દિલ્હીની ટીમ ક્યારેય ફાવી ન હતી

૨૦૧ રનના લક્ષ્યાંક સામે દિલ્હીએ ૨૪ રના સ્કોરે ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પંત અને મેક્સવેલે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પંત ૪૩ રન બનાવી આઉટ થયા બાદ તેવટિયા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મેક્સેવેલે હાથ ખોલવાનો પ્રયાસ કરતાં ૪૭ રન બનાવ્યા હતા પરંતુ કુલદીપે તેને આઉટ કરી કોલકાતાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. તે પછી નારાયણે મોરિસ, શંકર અને શમીને આઉટ કર્યો હતો જ્યારે કુલદીપે બોલ્ટને આઉટ કરી કોલકાતાને વિજય અપાવ્યો હતો.

એન્ડ્રાઈવ રસેલે આજે ફરી પોતાની બાવળની તાકાત દેખાડી હતી અને ૬ સિક્સર ફટકારી હતી આ સાથે તે અત્યાર સુધીમાં ૧૮ સિક્સર ફટકારી ચુક્યો છે જે સૌથી વધારે છે દરમિયાન દિલ્હીના બોલર ટ્રેન્ટ બોલ્ટ આ મેચની પેહેલી ઓવર મેઇડન નાંખી હતી જે આ વર્ષની પેહેલીમેઇડન ઓવર પણ હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.