ચૂંટણી પ્રચારનો દેકારો શાંત: બંધ બારણે બેઠકોનો ધમધમાટ

election
election

કાલે કતલની રાત: મતદારોને મનાવવા ઉમેદવારોની મથામણ: શનિવારે પ્રથમ તબકકાના મતદાનમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન માટે આજે સાંજે પાંચના ટકોરે ચૂંટણી પ્રચારના દેકારા શાંત થઈ ગયા છે. આવતીકાલે કતલની રાત જેવો માહોલ જોવા મળશે. મતદારોને મનાવવા માટે ચૂંટણી લડતા ઉમેદવારો અંતિમ ઘડી સુધી મથામણમાં રહેશે. હવે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ૧૩મી ચૂંટણી માટે બે તબકકામાં મતદાન યોજાવાનું છે. જેમાં ૯ ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાનમાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે અને ૧૪ ડિસેમ્બરના રોજ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પંચના નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાના રહે છે અને મત વિસ્તારથી બહારથી આવેલા લોકોએ પણ જે તે વિસ્તાર છોડી દેવો પડે છે. આજે બપોરે પાંચ કલાકે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને ઉમેદવારોએ હવે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શ‚ કરી દીધો છે. બીજા તબકકાના મતદાન માટે ૧૨મી ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે ચૂંટણી પ્રચારના ભુંગળાઓ શાંત થઈ જશે.

પ્રથમ તબકકાના મતદાનમાં કચ્છની અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક માટે સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા બેઠક માટે, મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે, રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠક માટે, જામનગર જિલ્લાની કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બેઠક માટે, પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક માટે, જૂનાગઢ જિલ્લાની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ બેઠક માટે, ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા અને કોડીનાર બેઠક માટે, અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક માટે, ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ર્ચિમ બેઠક માટે, બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક માટે, નર્મદા જિલ્લાની નાળોદ અને ડેડીયાપાળા બેઠક માટે, ભ‚ચ જિલ્લાની જંબુસર, વગરા, જગડીયા, ભ‚ચ અને અંકલેશ્ર્વર બેઠક માટે, સુરત જિલ્લાની ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, લીંબીયાત, ઉધાના, મજુરા,કતારગામ, સુરત પશ્ર્ચિમ, ચોર્યાસી, બારડોલી અને મહુવા બેઠક માટે તાપી જિલ્લાની વ્યારા અને નિજાર બેઠક માટે ડાંગ જિલ્લાની ડાંગ બેઠક માટે, નવસારી જિલ્લાની જલાલપોર, નવસારી, ગણદેવી અને બાસંદા બેઠક માટે , વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ, કપરવાડા અને ઉંમરગામ બેઠક માટે ચૂંટણી યોજાશે.

જયારે બીજા તબકકામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન થશે બન્ને તબકકાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ૧૮મી ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે.

Loading...