Abtak Media Google News

આગામી બીજી સપ્ટેમ્બર પછી સોની ટીવી પર સીરીયલ ‘બેહદ’ના સ્થાને કેબીસી ટેલીકાસ્ટ કરાશે

દેવીઓ ઔર સજ્જનો બિગ-બી ઉર્ફે અમિતાભ બચ્ચનનો ઘેઘૂર અવાજ તમારા ડ્રોઈંગ ‚મમાં આગામી તારીખ બીજી સપ્ટેમ્બર પછી ગુંજશે. જી હા, તેઓ કેબીસી એટલે કૌન બનેગા કરોડપતિ ગેમ શોની ૯મી સીઝન લઈને આવી રહ્યાં છે.અત્યારે સોની ટીવી પર વીક એન્ડ પ્રાઈમ ટાઈમમાં સીરીયલ ‘બેહદ’ ચાલી રહી છે. બીજી સપ્ટેમ્બરે બેહદનો અંતિમ એપિસોડ રીલીઝ થશે ત્યાર પછીના શનિ-રવિથી કેબીસી જોવા મળશે. અમિતાભ બચ્ચને કેબીસીનું શુટિંગ શ‚ કરી દીધું છે.તેમણષ રીહર્સલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સિવાય, તેઓ ફિલ્મના અને એડ.ના શુટિંગમાં પણ વ્યસ્ત છે. આથી કેબીસીના એપિસોડનું ઝડપથી શુટિંગ આટોપી લેશે.

અમિતાભનો કરીશ્મા બરકરાર

અમિતાભ બચ્ચનનો કરીશ્મા બરકરાર છે. કેસીબી હોસ્ટ કરવાનું “દુ:સાહસ શાહરુખ ખાન ચૂકયો છે. પરંતુ તેમાં તે સદંતર નાકામિયાબ રહ્યો હતો. તેણે અન્ય એક ગેમ શો ‘કયા આપ પાંચવી પાસ સે તેજ હે ?’ પણ હોસ્ટ કર્યો હતો. જો કે તેનો વધુ એક શો હજુ ‘પાઈપ લાઈન’માં છે. જેમાં તેઓ ઋષિ કપૂરની સાથે કામ કરી રહ્યાં છે. એકંદરે, અમિતાભ અત્યંત વ્યસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.