Abtak Media Google News

એન.ડી.પી.એસ. એકટમાં સ્ટેટમેન્ટ મુદે વડી અદાલતે આપ્યો મહત્વનો ચૂકાદો

નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક એકટ એટલે કે (એનડીપીએસ) એકટ હેઠળ નિયુક્ત કરવામાં આવેલી કેન્દ્રીય કે સ્ટેટ એજન્સીના અધિકારીઓ ‘પોલીસ ઓફિસર’ જ છે, તેમની સામે કલમ ૬૮ હેઠળ આરોપીએ આપેલી કબુલાત સ્વીકાર્ય ન હોવાનો મહત્વનો ચૂકાદો આજરોજ વડી અદાલતે આપ્યો હતો.

ન્યાયાધીશ રોહિન્તોન ફલી નરીમાન અને  નવીનસિંન્હા દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ન્યાયાધીશ ઈંદીરા બેનર્જીએ અલગ મત વ્યકત કર્યો હતો. ખંડપીઠ દ્વારા ૨૦૧૩માં ઘડાયેલી બે ન્યાયાધીશોની ખંડપીઠે આપેલા ચુકાદાને આગળ ધપાવાયો હતો. જે મુજબ એનડીપીએસ એકટમાં તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારીને પોલીસ અધિકારી ગણવા કે કેમ ? અને તપાસનીશ અધિકારી દ્વારા કલમ ૬૭ હેઠળ રેકોર્ડ કરાયેલા સ્ટેટમેન્ટ કબુલાત તરીકે સ્વીકાર્ય લેવા કે તે અંગે પ્રશ્ર્ન ઉઠ્યા હતા.  બન્ને જજોની ખંડપીઠ દ્વારા આ કેસ મુદ્દે અનેક પાસાઓ ઉપર અવલોકન કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલા આ કેસ કનૈયાલાલ સામે નોંધાયો હતો. તેણે દલીલ કરી હતી કે, સ્ટેટમેન્ટ લેનાર અધિકારી પોલીસ અધિકારી નહોતા જેથી એવીડન્સ એકટની કલમ ૨૪ અને કલમ ૨૭ મુજબ તેને રદ કરવું જોઈએ.

નાકોર્ટીકના ગુનામાં ઝડપાયેલા શખ્સો દ્વારા પોલીસ અધિકારી કે કોન્સ્ટેબલ સમક્ષ આપેલી કબુલાત કોર્ટમાં ગ્રાહ્ય નથી તે અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી વિસ્તૃત દલિલમાં એનડીપીએસની કલમ ૬૭ અને પેટા કલમ ૪૨ની જોગવાય અનુસાર પોલીસના ઉચ્ચ અધિકારી કે કેન્દ્ર અથવા રાજય સરકારના પ્રતિનિધિ સમક્ષ આ અંગે કોઇ ગુના અંગેનો કરેલો એકરાર કોર્ટમાં માન્ય નથી રહેતો. એનડીપીએસના મામલામાં આરોપીનું કબુલાત નામુ કલમ ૬૭ એનડીપીએસ એકટ મુજબ કેસમાં કોઇ મજબુત આધાર તરીકે માન્ય રાખી શકાય નહી તેમ સુપ્રીમ કોર્ટના જસ્ટીશ આર.એફ. નરીમાન, નવીન સિન્હા અને ઇન્દિરા બેનરજીની બનેલી ડિવિઝન બેન્ચમાં માં થયેલી દલીલમાં જણાવ્યું છે.

નાકોર્ટીક એકટના કાયદાની જોગવાયમાં ૨૦૧૦માં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા શખ્સો સામે અસરકારક કાર્યવાહી કરવાની જોગવાય લાગુ કરવામાં આવી છે તે પૈકી પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબુલાત અને તેથી નીચેના પોલીસ સ્ટાફ સમક્ષ આપેલી કબુલાત અંગે કેટલીક વિસંગતા સાથેનો મહારાષ્ટ્રનો એક કેસની સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી માટે સુનાવણી આવતા સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયધિશની ડિવિઝન બેન્ચ દ્વારા સ્પષ્ટ રીતે હુકમ કરવામાં આવ્યો છે કે પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબુલાત ગ્રાહ્ય રાખી ન શકાય આ ચુકાદામાં ડિવિઝન બેન્ચના ત્રણ જજ પૈકીના ઇન્દિરા બેનરજીએ આરોપીની વિરૂધ્ધ મત વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.