Abtak Media Google News

કોંગ્રેસના ગઢ ગણાતા કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રિીય પ્રમુખ અમીભાઇ શાહની આગેવાની હેઠળની ભાજપની ટીમે જવલંત વિજય હાંસલ કરી કોગ્ર્રેસ ના સુપડા સાફ કરી નાખ્યા છે. અને ભાજપનો ભગવો લહેરાવા સાથે કર્ણાટકમાં કેસરીયો માહોલ છવાઇ ગયો છે તેમ જણાવી વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ જણાવ્યું છે અને આ જવલંત વિજય મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રિપ પ્રમુખ અમીતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા છે. દિપક મદલાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતં કે કર્ણાટક વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ત્યારથી કોંગ્રેસના ગઢ ગણાતા કર્ણાટકમાં ગાબડા પાડવા રાજયના ભાજપના અદના કાર્યકરોથી માંડી આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રિય પ્રમુખ અમીતભાઇ શાહની આગેવાનીમાં રાત દિવસ એક કરી તનતોડ મહેનત કરી હતી.

કર્ણાટક રાજયની ચુંટણી ઉપર તમામ રાજકીય નીરીક્ષકો અને વિશ્ર્લેષકોની નજર હતી. કોંગ્રેસ સાથે કાંટે કે ટકકર હોવા છતાં વડાપ્રધાન અને રાષ્ટીય પ્રમુખ કર્ણાટકમાંથી કોંગ્રેસનો કાંટો કાઢી નાખવા કાર્યકરો અને આગેવાનોને સતત પ્રેરણા આપી રાજકીય વ્યુહરચના ઘડીને કોંગ્રેને મહાત કરી છે.

કર્ણાટક વિધાનસભાની રરર બેઠકોની ચુંટણીમાં વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખની આગેવાની હેઠળ ભાજપ રાજયોની સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે.

જીતનો કયારેય વિકલ્પ હોતો નથી તેમ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખનો પણ કોઇ વિકલ્પ કોંગ્રેસ પાસે રહ્યો નથી. તેમ જણાવી દિપક મલદાણી એ ઉમેયુૃ છેે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જાદુ દેશભરમાં પથરાઇ ગયો છે. તેઓની રણનીતી દેશનાં દરેક પક્ષો ઉપર ભારે પડી રહી છે. ગુજરાત બાદ હવે કર્ણાટકમાં પણ ભાજપ રાજયોની સૌથી મોટો પક્ષ બની ચુકયો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઇ શાહની રણનીતીને આભારી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

કર્ણાટકમાં આ અગાઉ પણ ભાજપ વિજેતા બની હતી. કર્ણાકટની પ્રજાએ આ રેકર્ડ જાળી રાખ્યો છે ૧૯૮૮ બાદ કર્ણાટકની પ્રજાએ રાજયની સતાના કોઇપણ પક્ષને બીજીવાર આપી નથી. ૨૦૧૪ પછી દેશના જેટલા રાજયોની વિધાનસભાની ચુંટણલ થઇ  છે તેમાં ગુજરાત અને બિહાર સિવાયના રાજયો કોંગ્રેસ એક પછી એક ગુમાવ્યા છે. હવે કર્ણાટકમાં સુવર્ણ કાળ ભોગવી ચૂકેલી કોંગ્રેસ કરતા મોટો રાજકીય પક્ષ બની ભાજપે કોંગ્રેસના સુવર્ણ કાળને પણ ખતમ કરી દીધો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.