Abtak Media Google News

દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરિયા ઉપલેટાના દિકરી છે

ઉપલેટાના સુવા પરીવારની દિકરી દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ બનતા તેમના પિતાના વતનમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજીત સન્માન સમારંભમાં ગ્રાહક સુરક્ષા મંડળ સહિત ૨૨ જેટલી સંસ્થાઓએ સન્માનિત કરેલ હતા. 3 88ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની પુત્રી પિતાના પગલે છેલ્લા ૧૫ વર્ષ થયા જામનગર જીલ્લાના રાજકિય જાહેર જીવનમાં આવી તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખપદ જેવી મહત્વની જવાબદારી સંભાળી પિતાનું અને ઉપલેટા શહેરનું નામ રોશન કરતા શહેરના ક્રિષ્ના ગ્રુપ દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.2 108
જેમાં શહેરની ૨૨ સંસ્થાઓમાં ગ્રાહક સુરક્ષા મંડળવતી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડિયા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા, મંત્રી દિનેશ સોજીત્રા, ક્રિષ્ના ગ્રુપ વતી ભાવેશભાઈ સુવા, મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઈ સુવા, રાજનભાઈ સુવા, આહિર સમાજવતી પ્રમુખ પ્રો.પ્રવિણભાઈ ભેડા, દાનભાઈ ચંદ્રવાડિયા, ધરણાંતભાઈ સુવા, ભાદાભાઈ બોરખતરીયા, રાજપુત સમાજ વતી તૃપ્તીબા રઘુવીરસિંહ સરવૈયા, સુશિલાબા જાડેજા, કડવા પટેલ સમાજવતી અજયભાઈ જાગાણી, હરૂભાઈ કાલાવડિયા, સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તરફથી હરસુખભાઈ સોજીત્રા, ઉપલેટા દુધ સહકારી મંડળીઓવતી જીલ્લા બેન્કના ડિરેકટર હરીભાઈ જી.ઠુંમર, જીલ્લા દુધ સંઘના ડિરેકટર ઈલાબેન સખીયા, બ્રહ્મ સમાજવતી પ્રમુખ પ્રદિપભાઈ, કમલેશભાઈ વ્યાસ, અર્જુન ક્ધટ્રકશનવતી નિકુલભાઈ ચંદ્રવાડિયા, સિઘ્ધનાર્થ ચેરીટેબલ ટ્રસ્ટવતી પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, શિક્ષણ સમિતિવતી ચેરમેન રમણીકભાઈ લાડાણી, આહિર સારસ્વત મંડળવતી ગોવિંદભાઈ નંદાણીયા, પુંજાભાઈ વરૂ, સદભાવના સોની યુવક મંડળવતી દેવેનભાઈ ધોળકિયા, હરમુખભાઈ રાજપરા, જેસીઆઈ તરફથીપ્રમુખ સુરેશ પરમાર, મધર્સ પ્રાઈડ સ્કુલવતી ડાયરેકટર રાજેન્દ્રસિંહ ઝાલા, પ્રિન્સીપાલ વૈશાલી મંડળ, ઓલ ઈન્ડિયા મેમણ જમાત સૌરાષ્ટ્ર વીંગના પ્રમુખ યાસિન ડેડાવતી ઈમરાનભાઈ કાજલીયાવારા, અક્રમભાઈ દડફા બેંગ્લોરવાળા, સફરાજ નાયાણી, ઈમરાનભાઈ કાલિયા, જૈન જાગૃતિ સેન્ટરના અશોકભાઈ શેઠ, માનવ સેવા સમિતિના લાલજીભાઈ રાઠોડ, કે.ડી.સીણોજીયા, ભાદર ઓક ગૌવ સેવા સમાજ, જલારામ મહિલા સત્સંગ મંડળ, સિકકા ગ્રુપ, કિલોલ તપોવન સંશોધન કેન્દ્ર સહિત ૨૨ જેટલી સંસ્થાઓએ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

4 61

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.