Abtak Media Google News

મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા શહેરમાં સફાઇ વ્યવસ્થા વધારે સુવ્યવસ્થીત અને સુદ્રઢ થાય તે માટે સફાઇ સેવા યજ્ઞમાં વાલ્મીકી સમાજના ૧૫ સ્વ સહાય જુથ સહભાગી થશે જેમાં ૧૫૦ જેટલા વાલ્મીક સમાજના બહેનોને રોજગારી મળશે અને વાલ્મીકી સમાજના ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ (ત્રણ) સફાઇ કર્મચારીઓના વારસદારો આશ્રીતોને સરકારના પ્રવર્તમાન નિયમોનું સાર પાંચ વર્ષ ફિકસ પગારથી ફરજ પર લેવા હુકમ આપવામાં આવેલ છે.

મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિશ્નર તુષાર સુમેરા આઇએએસની અધ્યક્ષતા હેઠળ જે.એન. લીખીયા ડેપ્યુટી કમિશ્ર્નર હિમાંશુભાઇ પંડયા ડેપ્યુટી મેયર રાકેશભાઇ ધુલેશીયા સ્થાયી સમિતિ ચેરમેન નટુભાઇ પટોળીયા શાસક પક્ષના નેતા ધરમણભાઇ ડાંગર શાસક પક્ષના દંડક વાલભાઇ આમછેડા સેનીટેશન ચેરમેન તથા કોર્પોરેટર ગીતાબેન પરમાર, પુનીતભાઇ શર્મા, હરેશભાઇ પરસાણા, ધર્મેશભાઇ પોંશીયા,  ચેતનાબેન ચુડાસા, અને વાલ્મીકી સમાજના આગેવાનઓ અને સેનીટેશન સુપ્રી. અતુલભાઇઇ મકવાણાની ઉપસ્થિતીમાં ભારત સરકાર દ્વારા નેશનલ અર્બન લાઇવલી હુડ હેઠળ મહાનગર પાલિકા, જુનાગઢમાં નોધાયેલ વાલ્મીકી સમાજના સ્વસહાય જુથને દ્વારા મેન્યુઅલી સફાઇની કામગીરી કરવવા ઓનલાઇન ટેન્ડર પ્રફ્રીયા કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.