Abtak Media Google News

મઘ્યપ્રદેશ અસેમ્બ્બીનો ઐતિહાસિક નિર્ણય

બાળ અત્યાર અને દુષ્કમોના કિસ્સા વાયુ વેગે વધી રહ્યા છે. ત્યારે દેશના ભાવિને સુરક્ષિત કરવા મઘ્યપ્રદેશ એસેમ્બ્લીએ નિર્ણય લીધો છે.  ૧ર કે તેથી ઓછી વયની બાળકી સાથે દુષ્કર્મ કરનારને મૃત્યુદંડની સજા આપવામાં આવે બીલ પસાર થયા બાદ મઘ્યપ્રદેશ પહેલું એવું રાજય બન્યું છે જયા બળાત્કારીયો માટે આટલા આકરા નિયમો રાખવામાં આવ્યા હોવા નિયમ અને કાયદામંત્રી રાપાલ સિંહે જણાવ્યું હતું કે બન્ને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચર્ચા વિચારણા બાદ આ બીલ પસાર કરવામાં આવ્યો છે.

રાજય ગૃહ મંત્રી ભુપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ બીલ હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે તેમની સહમતિ બાદ આ એક નિયમ કાયદો બની જશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ નિયમે  મઘ્યપ્રદેશ માટે ઇતિહાસનું સર્જન થયું છે. જેમાં સેકશન ૩૭૬ (એ) અંતર્ગત દાષિતને સજા આપવામાં આવશે. તો સેકશન ૩૭૬ (ડી.એ) અંતર્ગત ગેંગ રેપના ગુનાને લગામ આપવામાં આવશે. બીલ પસાર થતા જ ચીફ મીનીસ્ટર ચૌહાણે જણાવ્યું હતું કે સમાજમાં ઘણા લોકો છે જે સજાને પાત્ર છે. તેને હવે સાંખી લેવાશે નહી અમે સમાજમાં આ પ્રકારના ગુના સામે લોકોમાં લડાઇ આત્મરક્ષા  માટે તેમને માહિતગાર કરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.