Abtak Media Google News

એસ.ટી. બસ અને કાર ટકરાતા મહિલા આરોગ્ય અધિકારી અને તેના પિતરાઇ ભાઇના ઘટના સ્થળે મોત  નિપજયા’તા

ધોરાજી જુનાગઢ રોડ તોરણીયાના પાટીયા નજીક કાર અને એસ.ટી. બસ અથડાતા કારમાં બેસેલા યુવક અને યુવતિ ઘટના સ્થળે જ મોત થયા હતા તે અને કારના ચાલક પાટણવાવમાં સરકારી હોસ્પિટલના ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. સુરેશ વડાલીયાને ગંભીર ઇજા થતા સારવારમાં દમ તોડયો હતો.

જુનાગઢ જામનગર રૂટની એસ.ટી બસ  ધોરાજીના તોરણીયાના પાટીયા નજીક એસટી બસ સાથે કાર ટકરાતા ગંભીર અકસ્માતમાં કારમા બેસેલા એક યુવક અને યુવતિનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

અકસ્માતમાં બે વ્યકિતના મોત થયા છે. જેમાં (૧) સેજલબેન ખીમજીભાઇ વેકરીયા (ઉ.વ.ર૪) જેમનું મુળ ગામ ભેંસાણ તાલુકાનુ ગળથ હાલ મોટી મારડ ગામે હોસ્પિટલમાં કોમ્યુનીટી હેલ્થ ઓફીસર તરીકે ચાર પાંચ માસથી ફરજ બજાવે છે. તેમની સાથે તેમના કુટુંબી ભાઇ ધ્રુવ  કારાભાઇ વેકરીયા (ઉ.વ.૧૪) નું ઘટના સ્થળે મોત થયું હતું. અને પાટણવાવ ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. વડાલીયાને ગંભીર ઇજા થતાં તેમને રાજકોઠ રીફર કરાયા હતા. જયાં ટુંકી સારવારમાં દમ તોડયો હતો.

જયારે એસ.ટી. બસની અંદર કંડકટર અનિરુઘ્ધસિંહ ચાવડા તેમજ અન્ય ત્રણથી ચાર મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થઇ છે ટોટલ ર૪ મુસાફરોને ઇમજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને ૧૦૮ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉપરોકત બનાવા અંગે ધોરાજી પોલીસને ધોરાજી એસ.ટી. ડેપોના મેનેજર રાજેશભાઇ ઠુંમરે તાત્કાલીક જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ આરંભી છે.

ઇજાગ્રસ્ત ડોકટર સૃુરેશ વડાલીયાને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જેમાં સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડો. સુરેશભાઇ વડાલીયાનું પણ મોત નિપજયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.