Abtak Media Google News

ફોરેસ્ટ વિભાગથી ભાગવા જતા વીજ કરન્ટ લાગતા શિકારીનું મોત: હર્ષદ નજીક મેઢાક્રિક પાસેનો બનાવ

જામકલ્યાણપુર તાલુકાના ગાઁધવિ હર્ષદ પાસે આવેલ મેઢાક્રિક પાસે ગેરકાયદેસર કુંજના શિકાર કરતાં એક શખ્સને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય  એક શખ્સ ભાગવા જતા કરન્ટ લાગવાના કારણે મૌંતને ભેટયો છે.

જામકલ્યાણપુર તાલુકામા હમણા દિન પ્રતિદિન વિદેશથી આવતા કુંજ પક્ષીના મૌંતનો મામલો દિન પ્રતિદિન વધવા લાગ્યો છે હાલમા દ્વારકા જીલ્લાના વિવિધ પાણી વાળા વિસ્તારમા વિદેશી પક્ષી કુંજની નોંધ પાત્ર સંખ્યા વધતા આનો શિકાર કરવા પણ શિકારીઓ રીતસર મેદાનમા આવવા લાગતા કુંજ પક્ષીના મૌંત વધવાની ઘટના સામે આવવા લાગી હતી ત્યારે આવી એક ઘટના જામકલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ગામ પાસે આવેલ મેઢાક્રિક વિસ્તારમા રાત્રીના સમયે શિકારી કુંજના શિકાર કરવા આવતા હોવાની ચર્ચા વેગ પકડતા ગાંધવી હર્ષદ તેમજ મિયાણિ ગામના લોકો સાથે પોરબંદર વન વિભાગ તેમજ જામકલ્યાણપૂર ફોરેસ્ટ વિભાગને સાથે જી.આર.ડી.એસ.આર.ડી જવાનો ને સાથે રાખી એક ઓપરેશન રાત્રીના હાથ ધરવામાં આવ્યુ હતુ જેમા મેઢાક્રિક વિસ્તારમા રાત્રીના સમયે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રાત્રિના ખૂબ ઠંડીના માહોલમા જનતા સાથે અધિકારીઓએ કુંજના શિકારીઓને શિકાર કરતાં ઝડપી લીધા હતા ત્યારે જનતા અને ફોરેસ્ટ વિભાગ આવી પહોંચતા શિકારીઓમા નાસભાગ મચી જવા પામી હતી આ ભાગદોડમા નાસી છૂટેલ ઈક્બાલ આમદ પટેલીયા ઉ-૩૦ વર્ષના યુવાનને ખેતરના વીજશોક લાગતા તેનુ મૌંત થયુ હતુ જ્યારે અન્ય એક શિકારી ભાગવા જતા ગંભીર  ઈજાગ્રસ્ત થતા તેને જામનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.

જ્યારે અન્ય એક શિકારીને કલ્યાણપુર ફોરેસ્ટ દ્વારા ઝડપી સાથે ૩૯ જેટલા મ્રુત્યુ પામેલ કુંજ ને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે આ બનાવમા મૌતને ભેટેલ યુવકનુ કલ્યાણપુર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરવામા આવ્યુ હતુ.

જ્યારે મૌત મામલે કલ્યાણપુર પોલીસ દ્વારા વિધિવત ફરિયાદ બાદ આગળની તપાસ હાથ ધરવામા આવી છે ત્યારે કુંજ ના કેટલાય સમયથી થતા શિકાર મામલે જનતાની જાગ્રુતિ થકી શિકારીઓ ઝડ્પાયા છે ત્યારે આ કુંજના શિકાર કરતાં લોકો એક કુંજના ૨૦૦૦ હજારના ભાવો લેતા હોવાનુ અને મ્રુતક ૩૯ કુંજની કીમત બઝારોમા ૮૦ હજાર જેટલી થતી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે ત્યારે કુંજના  શિકારીઅો માસુમ આ વિદેશી પક્ષીઓના મૌંત  દ્વારા વેપારનો આ કારોબાર ચલાવતા હોવાથી આ એક શિકારી ગેન્ગ હાથ આવતા પશુ પ્રેમીઓ પર આવા લોકો પર ફીટકાર વર્ષાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.