Abtak Media Google News

રાજયના અંદાજ પત્ર પૂર્વે રાજકોટ મશીનરી ડિલર્સ એસોએ ખેતી, ડીઝલ મશીનરી ઉદ્યોગ સહિતના મુદ્દે પાઠવ્યું આવેદન

આવકવેરા, જીએસટી એસેસમેન્ટ ઓર્ડર સમયસર કરવા પણ રજૂઆત

રાજકોટની જીવાદોરી ગણાતા ડિઝર્સમશીનરી ઉદ્યોગ પરનો ૧૮ ટકા વેટ બહુ વધુ હોય ઘટાડીને ૫ ટકા કયા જીએસટી આવકવેરા એસેસમેન્ટ ઓર્ડરના સમયસર નિકાલ કરવા સહિતના મુદ્દે રાજકોટ મશીનરી ડિલર્સ એસોસીએશન રાજયના અંદાજપત્ર પૂર્વે નાણામંત્રી નીતીનભાઈ પટેલને પાઠવેલા એક આવેદનમાં રજુઆત કરી છે.

ગુજરાત રાજયનું ૨૦૨૦-૨૧ના વર્ષનું અંદાજ પત્ર ટુંક સમયમાં વિધાનસભામાં રજુ થાય તે પૂર્વ વેપાર ઉદ્યોગને સ્પર્શતા કરવેરા, તેની જોગવાઈઓ જટીલ વહીવટી પ્રકિયા વિગેરે બાબતોમાં કયા અને કેટલા પરિવર્તનની આવશ્યકતા છે તેનો અભ્યાસ કરીને વેપાર ઉદ્યોગની મુશ્કેલીઓ, લાગણી, માંગણી અને જરૂરીયાત વિગેરે બાબતો બજેટ પુર્વે આ આવેદનપત્ર આપના જી.એસ.ટી. કમીટીમાં રજુઆત કરી યોગ્ય નિરાકરણ કરાવી યોગ્ય કરવા પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ દ્વારા નાણામંત્રી નીતીનભાઈ પટેલને પ્રિ-બજેટ મેમોરેન્ડમ રૂમ ટુ ધી પોઈન્ટ રજુઆત કરી હતી.

રાજકોટ મશીનરી ઉદ્યોગમાં ડિઝલ એન્જીનના પાર્ટસમાં સરકારે ૨૦૦૬ની સાલમાં વેટ પાંચ ટકાને બદલે સાડા બાર ટકા ટેક્ષ થઈ ગયો હતો તે બાબતમાં સરકારને ખુબ જ રજુઆત કરતા ખેતીની આઈટેમ હોઈ સ્પેશ્યલ કેઈસ તરીકે રાજકોટના ડીઝલ એન્જીન પાર્ટના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પુન: જયારે જી.એસ.ટીનો નવો દર પાંચ  ટકામાંથી સીધો ૨૮ ટકા કરી નાખવામાં આવ્યો હતો.તેમાં વારંવારની રજુઆત કરતા તે દર ૨૮ ટકા માંથી ૧૮ ટકા કરી આપવામાં આવ્યો પરંતુ તે દર પણ ખુબ જ વધારે છે જો કે ઈલેકટ્રીકસીટી દરેક વિસ્તારમાં આવી દરેક વિસ્તારમાં આવી જતા ડીઝલ એન્જીન અને તેના પાર્ટસનો ધંધો ખુબજ ઘસાઈ ગયો છે.પચીસ ટકા જેટલો પણ ધંધો રહ્યો નથી તેવા સંજોગોમાં ખેતી વિષય બાબત હોઈ ૧૮ ટકા સ્લેબને બદલે તેને ફરીથી પાંચ ટકા કરી આપવો જોઈએ તેવી અમારી જી.એસ.ટી કમીટીમાં રજુઆત કરાઈ છે.

અગાઉના વેટના એસેસમેન્ટ ઓર્ડર તેમજ જી.એસ.ટી.ના એસેસમેન્ટ ઓર્ડર ઘણા સમયથી આવતા જ નથી. કઈ સાલનું એસેસમેન્ટ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ  રજુઆત કરાઈ છે.

ઈન્કમટેક્ષના નિયમોમાં જે રીતે એક વર્ષ ટર્ન ભર્યાને થઈ જાય અને એસેસમેન્ટ ઓર્ડર નઆવે તો એસેસમેન્ટ થઈ ગયુ તેમ ગણી લેવામાં આવે છે.તો તેવો જ નિયમ અગાઉના વેટ એસેસમેન્ટ તથા જી.એસ.ટી એસેમેન્ટમાં પણ થવો જોઈએ.જેથી દરેક એસેસી એક વર્ષ બાદ એસેસમેન્ટ થઈ જવા બાબત સુનિશ્ર્ચીત થઈ જાય. આ ઉપરાંત અન્ય ૯ મુદ્દાઓ અંગે પણ વિસ્તુત રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.