Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.જી. અભ્યાસક્રમોમાં એડમિશન માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦-૭-૨૦૨૦ નિયત કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી.જી. અભ્યાસક્રમોના એડમિશનના ફોર્મ ભરવાની તા. ૩૦-૭-૨૦૨૦ને બદલે વિદ્યાર્થી હિતમાં તા. ૧૫-૮-૨૦૨૦ સુધી વધારવાનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય આજરોજ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા કરવામાં  આવેલ છે. સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીની પી.જી.ની પરીક્ષાઓ તા.૪-૮-૨૦૨૦ થી શરુઆત થનાર છે. કોરોનાની મહામારીમાં તા. ૪-૮-૨૦૨૦ થી શરુ થનાર પી.જી.ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઈ યુનિવર્સિટી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર થર્મલ ગન તથા સેનેટાઈઝર આપવાનો નિર્ણય કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિના કેન્દ્રસ્થાને હરહંમેશ વિદ્યાર્થીઓ જ રહેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી. પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકીંગ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું ફરજીયાત તથા સોસીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવનાર છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોમીયોપેથીક દવાઓ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.