Abtak Media Google News

શહેરમાં રામેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી જરૂરીયાત મંદોની સેવા થઇ રહી છે. ભોજન સેવામાં રોજના ૬ હજાર જરૂરીયાત મંદ વ્યકિતઓને જમાવવામાં આવેછે. આ સેવાકાર્યને તાજેતરમાં ડીસીપી (ઝોન-ર) મનોહરસિંહ જાડેજા દ્વારા બિરદાવાયું હતું. તેમણે મુલાકાત લઇ કાર્યકરોનો વિશ્ર્વાસ વધાર્યો હતો.

રામેશ્ર્વર ચેરીટેેબલ ટ્રસ્ટ દ્વારા કોરાનાની મહામારીમાં ગરીબ વર્ગના લોકો માટે ૧-૪-૨૦ થી ભાટીયા બોડીંગમાં પપ૦૦ માણસોને દરરોજ સાંજે એક ટાઇમ ભોજન બનાવીને ગરીબ વિસ્તાર- નરસંગપરા, રૂખડીયાપરા, રેલનગર, પોપટપરા, કૃષ્ણનગર, સંતોષીનગર, રેલનગર આવાસ યોજના (કોર્પોરેશન આવાસ યોજના), શકિત સોસાયટી, શંકર ટેકરી, સ્લમ કવાર્ટસ, તોપખાના વગેરે વોર્ડ નં.૩ ના વિસ્તારમાં સાત્વીજ ભોજન, ખીચડી, શાક, રોટલી દરેક ઉપર મુજબના વિસ્તારમાં કાર્યકર્તાઓના માઘ્યમથી રૂબરૂ સોશ્યલ ડીસ્ટનસીંગ રાખીને પીરસવામાં આવે છે સાથે જરુરીયાતવારા લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવે છે. આ કાર્યમાં શૈલેષભાઇ પાબારી, ભુપતભાઇ બાબુતુર, રાકેશભાઇ પોપટ, હસુભાઇ ભગદે, હેમુભાઇ પરમાર, જગદીશ ભોજાણી, પ્રતાપભાઇ કોટક, ભરતભાઇ કોટક, કેતનભાઇ સોની, મનોજલાલ, જેશ ક્રીપલાણી, જોનીભાઇ, રવીલાલ, ગજેન્દ્રસિંહ, જયદીપસિંંહ, સંજય વ્યાસ, અશોક દવે, પરાગ કોટક સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.