Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા હસ્તક વોર્ડ નં.૧૩માં અલ્કા સોસાયટી મેઈન રોડ પર રોજગાર અને તાલીમ સંકુલ આવેલ છે. જે લાંબા સમયી બંધ હાલતમાં છે. જે સંદર્ભે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવેલ. આ વિસ્તારમાં મહિલા એક્ટીવીટી સેન્ટર ન હોઈ તેમજ સી.એન.સી. સેન્ટર પણ ન હોઈ, આ વિસ્તારના લોકોને આ સુવિધાનો લાભ મળે તે સંદર્ભે એક્ટીવીટી સેન્ટર તા સી.એન.સી. સેન્ટર આ સ્ળએ ચાલુ કરવા અવા તો વોર્ડ નં.૧૩ વિસ્તાર ખુબ જ મોટો હોઈ, તેમજ આ જગ્યા વોર્ડ વિસ્તારની મધ્યમાં આવતી હોઈ, તો વોર્ડ ઓફીસ પણ અહી બની શકે તેમ હોઈ તો જરૂર જણાયે વોર્ડ ઓફીસ બનાવવા સબંધિત અધિકારીઓને સુચના આપેલ તેમજ હાલ ઉક્ત સ્થળે આરોગ્ય વિભાગ તથા પ્રોજેક્ટ વિભાગનું જુનું રેકોર્ડ હોઈ તે સત્વરે ત્યાંથી અન્યત્ર ખસેડવા સુચના આપવામાં આવેલ. તેમજ લાંબા સમયી આ જગ્યા બંધ હોઈ, સત્વરે સાફસફાઈ કરવા તથા આજુબાજુ ફોગીંગ કરાવવા પણ સબંધિત અધિકારીને સુચના આપવામાં આવેલ.

આ સ્થળ મુલાકાત દરમિયાન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, પ્રોજેક્ટ વિભાગના આસિ. મેનેજર કાશ્મીરાબેન વાઢેર, વોર્ડ અગ્રણી શૈલેષભાઈ ડાંગર તથા આજુબાજુના વિસ્તારવાસીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.