Abtak Media Google News

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મવાઈદમાં અપાતુ જમણ સમાજના ગરીબ લોકોમાં ઘર સુધી પહોંચાડાશે

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂએ ત્રણ મહત્વના નિર્ણયો કરતા માંડમાંડ સંસાર ચલાવતા સમાજના ગરીબોમાં રાજીપો છવાયો છે. પારકી છઠ્ઠીના જાગતલ એવા સંપુર્ણ માનવતાવાદી સમાજના ૫૩માં દાઈ ડો.સૈયદના અબુજાફ‚સ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ) આજના મોંઘવારી બેકારીના જમાનામાં એવા મહત્વના નિર્ણયો લેતા જેનો સમાજએ અમલ પણ શ‚ કરી દેતા ભવિષ્યમાં આ નિર્ણયો ગરીબોને રાહત‚પ નહીં પણ તેમનું ભવિષ્ય ઉજળું બનશે.

નામદાર ડો.સૈયદના સાહેબએ લગ્ન પ્રસંગે ફકત એક મીઠાઈ અને ડેરોકેશન સાદુ બેન્ડવાજા પર પ્રતિબંધ અત્યંત સાદાઈથી લગ્ન કરવા ભાર મુકયો છે. બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે જમવાનું વ્હોરા મવાઈદમાં આપવામાં આવે છે તે જમણ સમાજના ગરીબ અને જ‚રીયાતમંદ સુધી પહોંચાડવા સામે નિર્ણય એ લીધો છે કે સમાજના ગરીબજનોના મકાનોમાં જે ચીજ રોજબરોજના ઉપયોગમાં આવે છે.

તે વસ્તુઓ ન હોય તેને આપવી જે લોકો ભાડાના મકાનમાં રહે છે ભાડુ પણ ભરવાની તેવડ ધરાવતા નથી આવા વ્યકિતઓનો ઉંડો અભ્યાસ કરવા માટે સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ડો.સૈયદના સાહેબ ખાસ નિયુકત કરેલી એક ટીમ હાલ સમાજના ઘેર-ઘેર નિકળી છે. તેઓ કયાં ગામ, શહેરમાં ખરેખર ગરીબ કોણ છે ? તે સ્થાનિકોને સાથે રાખી સર્વે કરી રીપોર્ટ તાજદાર ડો.સૈયદના સાહેબને સોંપશે. મોટાભાગે આ નિર્ણયનો અનુયાયીઓએ અમલ પણ શરૂ કરી દીધો છે. આમેય હિઝહોલીનેશ ડો.સૈયદનાનો પડયો બોલ ઝીલાય છે ત્યારે મહત્વના આ નિર્ણયો સમાજને હિતકારી નહીં પરંતુ પૈસાના વ્યય થતો અટકશે અને ગરીબોના જીવનમાં અજવાળું પાથરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.