Abtak Media Google News

બેટી બચાઓ, બેટી પઢાઓ થીમ અંતર્ગત કાર્યક્રમમાં કુલ ૧૩૧ મહિલાઓ અને કિશોરીઓ ભાગીદાર બન્યા

જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરુપે તાજેતરમાં દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડીસટન્સનું પાલન કરીને ડોર-ટુ-ડોર મુલાકાત કરીને વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજુર થયેલા મંજુરી હુકમ અને બેટી બચાઓ, અને બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર જૂનાગઢ અને કેશોદના કર્મચારીઓ દ્વારા કિશોરીઓને નજીકના પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત કરવાની સાથે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, મહિલા શક્તિ કેન્દ્રો, ૧૮૧ (અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમાંમ કર્મચારીઓએ લાભાર્થીઓને હાજર રાખી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા બપોરે ૧ થી ૨ કલાક દરમિયાન વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ જીઓ એપનાં માધ્યમથી બેટી બચાઓ, બેટી પઢાઓ થીમ પર યોજવામાં આવેલ. સેટકોમમાં કુલ ૧૩૧ મહિલાઓ, કિશોરીઓ ભાગીદાર બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.