Abtak Media Google News

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી ઇઝરાયલના માઇકલ વાગ્લેએ ૨૦૧૦માં ખુશાલીને દત્તક સ્વીકારી હતી૭ વર્ષ બાદ ખુશાલી પાલક પિતા સાથે રાજકોટની મહેમાન બની: ઇઝરાયલમાં મળી અપરંપરા ખુશી

દિકરી તો વ્હાલનો દરિયો છે. રાજકોટની ખુશાલી ઇઝરાયેલી પાલક પિતાનો કાળજાનો કટકો છે. કાઠિયાવાડ બાલાશ્રમમાંથી માઇકલ વોગ્લેએ ૨૦૧૦માં ખુશાલીને દત્તક લીધી હતી હવે ખુશાલી મહેમાન બનીને રાજકોટ આવી છે.

મુળ બેલઝીયમ અને હાલ ઇઝરાયલમાં રહેતા માઇકલ વાંગ્લે એ ૨૦૧૦માં નિરાશ્રીત બાલાશ્રમમાંથી અઢી વર્ષેની દીકરી ખુશાલીને દત્તક લીધી હતી. આજે ૭ વર્ષ થયા છે તે વાત ને અને હાલ ખુશાલી ૯ વર્ષની છે, અને સંપૂર્ણ રીતે આ પરીવાર સાથે હળી મળી ગઇ છે. માઇકલ વોગ્લે સાથે વાત કરાવતા તેમણે જણાવ્યું હતું કે અમે ખુબ જ ખુશ છીએ અને ખુશાલી નામ જ દર્શાવે છે. ખુશાલી અમારી જીવનમાં ખુબ જ ખુશીઓ લઇને આવી છે, અમારે પોતાનું કોઇ બાળક નથી અને ખુશાલી અમારી સાથે ખુબ જ ખુશ છે.

અમે ખુશાલીને ઇન્ટનેશનલ સ્કુલમાં ભણાવી રહ્યા છીએ. ખુશાલીને દત્તક લીધા પછી આ બીજી વખત તેઓ ભારત અને રાજકોટની મુલાકાતે આવેલ છે. ખુશાલીને ઇન્ડીયન કલ્ચર ખુબ જ પસંદ છે. માટે અમે દર બે વર્ષે ખુશાલીને બાલાશ્રમની મુલાકાતે લાવીશું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે, ખુશાલી ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન લે, અને ભારતીય સંસ્કૃતિ વિશે માહીતગાર થાય અને અમે પણ અત્યારે મેઇન ફેમીલીમાં જ રહીએ છીએ. અને ખુબ જ આનંદથી જીવીએ છીએ.

માઇકલે વધુ વાતચીત કરતાં જણાવ્યું હતું કે નિરાશ્રીત બાલાશ્રમ ખુબ જ સારુ કામ કરી રહ્યા છે. અને મને ખુબ જ ગર્વ થાય છે કે હું સંસ્થાનો એક ભાગ છું, અને આ સંસ્થાની હું હંમેશા મુલાકાત રહેતો લઇશ. અમે ખુશાલીની ખુબ કાળજી રાખીએ છીએ.

ત્યાંના ટ્રસ્ટી દીનેશ પારેખ એ જણાવતા કહ્યું હતું કે આ સંસ્થા ૧૧૦ વર્ષ જુની છે અને અત્યાર સુધીમાં ૯૦૦ જેટલા બાળકો ભારતની બહાર દત્તક દેવાયા છે. જેમાં જર્મની માં વધારે બાળકો દત્તક લેવાયા છે. અને જર્મનીમાં તેમના માતા-પિતા એક અસોસેયીશન કરેલ છે. જેમાં આ બધા બાળકો વર્ષમાં ભેગા થાય છે. સાથે તેમને જણાવ્યું કે, ત્યાંના લોકોના કાળા ગોરાનો કોઇ ભેદભાવ નથી, પરંતુ ત્યાંના લોકો કાળા બાળકો અને તેમાં પણ દીકરીઓને દત્તક લેવા વધારે પ્રેરાયા છે. કારણ કે તેમનું માનવું છે કે ગોરા બાળકો માતા-પિતાને સાચવતા નથી પરંતુ શ્યામ બાળકો પોતાના માતા-પિતાને જીવનભર સાચવે છે. અને તેમની સારસંભાર રાખે છે.

માઇકલે ભારત વિશે જણાવતા કહ્યું હતું કે ભારત ખુબ અદભુત દેશ છે. અહીયાનું કલ્ચર ખુબ જ ભવ્ય છે અને મને પણ ભારતનું ફુડ ખુબ પસંદ છે. ખાસ રોટલી, કઢી, મને વધારે પસંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.