Abtak Media Google News

ગુજરાતનાં ૧૮ હજાર ગામડાઓમાં પરીભ્રમણ કરીને રથના માધ્યમથી દીકરીઓનું મહત્વ સમજાવાશે

દીકરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાવડાળા દ્વારા ખોડલધામ મંદિર ખાતેથી આગામી તા.૪થી દીકરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે આ રથ ગુજરાતમાં ૧૮ હજાર ગામોમાં પરીભ્રમણ કરીને દિકરીનું મહત્વ સમજાવશે.

ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતની અંદર અમે સામાજીક સર્વે કર્યા બાદ ગુજરાતની અંદર છોકરાઓની સંખ્યા કરતા દીકરીઓની સંખ્યા ઘણી બધી ઓછી છે તેવું જાણવા મળ્યું સરકારના સર્વે મુજબ ૮૫ દીકરીઓએ ૧૦૦ દીકરાનો રેસ્યો આવે છે. અમે થોડા લોકો ભેગા થયા અને આ વિશે વિચાર કર્યો કે આની અંદર આપણે શું કરી શકીએ અને લોકોની અંદર જાગૃતિ લાવી શકીએ સરકાર કાર્યક્રમો કરે છે. લોકો સુધી માહિતી પહોચાડવાનું કરે છે.Untitled 1 16અમે ટ્રસ્ટની રચના કરી અને નામ રાખ્યું દિકરી એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ જેનું હેડકવાટર જામનગર મુકામે છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા ગામ વડાળા ગામની અંદર હેડકવાર્ટર રાખી અમારા કાર્યક્રમની શ‚આત કરી છે.

જામનગર અને સુરતમાં કાર્યક્રમો કરીને સફળતા મળી ત્યારબાદ બધા સાથે મળીને નકકી કર્યું હતુ કે ફૂલફલેગની અંદર લોકો સુધી લઈ જવો હોય તો શું કરવું જોઈએ વિચાર કર્યો કે રથ બનાવી નાના મોટા ગામમાં રથ ફેર અને કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવી.

૪-૮થી કાગવડથી આ રથનું પ્રસ્થાન ૧૦.૩૦ થી ૧૧ વચ્ચે પ્રસ્થાન કરાવશું ત્યારબાદ રાણપૂર મુકામે જશે ત્યાં લોક ડાયરાનો કાર્યક્રમ રાખેલ છે. ત્યાં દીકરીનું શું મહત્વ છે. તે સમજાવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.