Abtak Media Google News

ધોરાજીના સેવાભાવી સ્વ.પ્રફુલભાઈ પટોડીયાની પુત્રી જેની સમગ્ર પરિવાર અમેરિકામાં રહે છે. રીઘ્ધી પટોડીયાએ સમગ્ર મનુષ્ય જાત માટે કેન્સર એ ખતરનાક રોગ છે અને આ રોગ કેવી રીતે થાય છે અને ન થાય તે માટે શું કરવું અને ખાસ કરીને સમગ્ર વિશ્વની મહિલાઓના કલ્યાણ માટે વધારે પડતા મહિલાઓને થતા બેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સર અને પુરુષોને થતા મોઢાના કેન્સરો આવા કેન્સરો ન થાય તે માટે રિદ્ધિએ અમેરીકાના ૭૦ છોકરા-છોકરીઓએ હજારો માઈલની સાયકલ યાત્રા કરી લાખો ડોલરનો ફંડ એકત્ર કરી કેન્સરની સારવાર અને રીસર્ચ માટે આપ્યા છે. ધોરાજીની દિકરી રિદ્ધિ પટોડીયા અમેરિકાના ઓર્બન યુનિવર્સિટીમાં ડોકટરનો અભ્યાસ કરે છે. આગળ કેન્સરની નિષ્ણાંત બની કેન્સર જેવા રોગોથી પ્રભાવિત લોકોની મદદ કરવાનો ઉદેશ્ય છે. રિદ્ધિ પટોડીયા વેકેશનમાં ભારત સહિતના દેશોમાં મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા સેમીનારો યોજે છે અને મેડિકલના અન્ય વિદ્યાર્થીઓને સાથે રાખીને અમેરિકાના આજુબાજુના નાના-નાના દેશોમાં કેન્સર અંગે સેમીનારો કરી મહિલાઓ અને બાળકોની સેવાના કાર્યક્રમો કરે છે. આ તકે ડો.રીઘ્ધી પટોડીયાએ જણાવેલ કે એક મહિલા બીજી મહિલાઓને મદદરૂપ થાય એજ સાચી વિશ્વ મહિલા દિવસ કહેવાય પોતે યુવાન હોવા છતાં હરવા ફરવામાં સમય બગાડવા કરતા સેવામાં સમય વિતાવી ધોરાજીની ડો.રિઘ્ધી પટોડીયાને લાખ લાખ સલામ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.