Abtak Media Google News

આધાર કાર્ડની વૈદ્યતા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આધાર કાર્ડને સરકારી યોજનાઓ સાથે લિન્ક કરવા માટેની મુદ્તમાં વધારો કર્યા હોવાના પોતાના નિર્ણય અંગેની માહિતી આપી છે. નોંધનીય છે કે પહેલા આ ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બર હતી.

બીજી વખત ડેડલાઇનમાં વધારો કરાયો…

– ડેડલાઇનમાં બીજી વખત આવી રીતે વધારો કરાયો છે. પહેલા આ મુદ્ત ૩૦ જુન સુધી નિર્ધારિત કરાઇ હતી. આ મુદ્ત પુરી થયા પહેલા જ સરકાર દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીનો વધારો કરી દેવાયો હતો. જેમાં આ વખત ફરીવાર વધારો કરીને ૩૧ ડિસેમ્બર સુધી આ મુદ્ત વધારી દેવાઇ છે. નોંધનીય છે કે આ માહિતી સુપ્રીમ કોર્ટમાં જજોની બેંચ સમક્ષ ભારત સરકારના એટર્ની જનરલ કે વેણુગોપાલ દ્વારા અપાઇ હતી.

– સિનિયર એડવોેકેટ શ્યામ દિવાને આધારકાર્ડના ફરજીયાતપણાનો વિરોધ કરતી ૨૦ જુદી જુદી અરજીઓની જલદી સુનાવણી કરવા માટે માંગણી કરી હતી.

– તેમણે જણાવ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા અંગતતાનો અધિકાર મુળભુત અધિકાર તરીકે માની લેવામાં આવ્યો છે. તેથી આધારકાર્ડના ફરજીયાતપણ અંગેની અરજીઓની સુનાવણી જલદી થવી જોઇએ.

– આ બાબતમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિશ દિપક મિશ્રાએ જણાવ્યું હતું જો કે સરકાર દ્વારા આધારકાર્ડને સરકારી યોજનાઓ સાથે લિન્ક કરવાની ડેડલાઇનમાં વધારો કરાયો છે. ત્યારે આ અરજીઓની જલદી સુનાવણી હાથ ધરવાનો કોઇ અર્થ નથી.

– તેમજ તેમણે દિવાનને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ સુનાવણી હાથ ધરાશે તેવા આશ્ર્વાસન પણ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.