ભારતને વિશ્વગુરૂ બનાવવામાં ‘ડેટા’ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ

ડેટા ઈઝ ધ કીંગ

આઈટી, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ડિજિટલ ક્ષેત્રને ઉચ્ચ શિખર પર પહોંચાડશે

વૈશ્વિક મહામારી કોરોના બાદ પરિસ્થિતિમાં ઘણો ફેર જોવા મળ્યો છે જેમાં ટેકનોલોજીનું પ્રાધાન્ય પહેલાના સમય કરતા પણ ઘણુખરુ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. આઈઆઈઆઈટી, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સહિત તમામ ચીજવસ્તુઓ જે રીતે આગળ વધી રહી છે તેને જોતા વિશ્વમાં ભારત ડિજિટલ ક્ષેત્રે ઉતક્રાંતિ સર્જવા સજજ થયું છે પરંતુ ડિજિટલ ક્ષેત્રે પ્રાધાન્ય આપવા માટે ડેટાની જરૂરીયાત ખુબ જ વધુ છે જેને લઈ ભારત દેશ હાલ ઘણીખરી રીતે આગળ વધી પણ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના સેમીનારમાં સંબોધતા જણાવ્યું હતું કે, હવે દેશનો વિકાસ ડિજિટલ ક્ષેત્ર થકી જ થશે. જે રીતે ભારતમાં ડિજિટલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે હવે તમામ નાની ચીજવસ્તુઓ પણ ડિજિટલી બનાવવામાં આવશે તેનો સીધો જ ફાયદો ઉધોગોને પહોંચશે.

વિશ્વ આખુ જે રીતે ચાઈના તરફ તેનો ઝુકાવ ઘટાડીને ભારત તરફ વધારવામાં આવ્યું છે તેનાથી દેશ માટે એક નવી અને ઉજળી તક પણ સાંપડી છે પરંતુ જરૂરીયાત એ છે કે ભારત દેશ ડિજિટલનો ઉપયોગ મહતમ રીતે કરી શકે. ભારત હાલ વૈશ્વિક સ્તર પર હબ મેન્યુફેકચરીંગ એટલે કે ઉત્પાદનનું હબ બનવા માટેની તૈયારી કરી રહ્યું છે ત્યારે તેના માટે સૌથી વધુ ડિજિટલ ક્ષેત્ર એટલુ જ ફાયદારૂપ સાબિત થશે. ડિજિટલ ઉત્પાદન ક્ષેત્રે હાલ તમામ ઉધોગોમાં જાગૃતતા કેળવાય તે હેતુસર જાગૃતતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને આ નવી યોજના થકી રોજગારીની પણ વિપુલ તકો ઉદભવિત થાય તેવું સ્પષ્ટપણે જાણવામાં આવ્યું છે. સાથો સાથ સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા ઉધોગપતિઓ માટે પણ આવનારો સમય ડિજિટલ યુગ માટે સુવર્ણકાળ જેવો રહેશે. ભારત દેશ જો ડિજિટલ વધુ સમૃદ્ધ થાય તો વિશ્ર્વના ઘણાખરા દેશો જેવા કે અમેરિકા, જાપાન કે જે ઘણી ચીજવસ્તુઓની આયાત ચાઈનાથી કરતું હતું તે સીધો જ ફાયદો ભારતને મળી શકે છે. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં જાપાને તેના ઉધોગકારોને ચાઈનામાંથી તેના ઉધોગો હટાવી લેવા માટે પણ સુચવ્યું છે. કોરોનાની આફત ભારત ડિજિટલ ક્ષેત્રે અવ્વલ બનવા માટે અવસરમાં પણ રૂપાંતરીત કરી શકે છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત પાસે સૌથી વધુ તાકાત અને જે આવડત જોઈએ તે પણ પુષ્કર પ્રમાણમાં હોવાથી તેનો ફાયદો દેશને થશે.

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ થકી ભારત વૈશ્ર્વિક સ્તર પર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે જેના માટે એશિયાના નામાંકિત ઉધોગપતિ અંબાણીએ પણ ડેટાને પ્રાધાન્ય આપી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો વેગ વધારવા માટે ૫-જી સેવાઓને પણ નજીકના સમયમાં અમલી બનાવવા માટે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાએ ભારતને ઘણી તકો પણ આપી છે જેને પ્રાપ્ત કરવા માટે દેશ દ્વારા ઘણાખરા વિકાસલક્ષી પગલાઓ અને કાર્યો કરવામાં આવી રહ્યા છે. ભારત હાલ વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે ડેટા પણ એટલો જ મહત્વનો છે. ભારતે મુંબઈમાં જે ડેટા સેન્ટર સ્થાપિત કર્યા તેનાથી લોકોના ડેટાની સુરક્ષા પણ પુરતા પ્રમાણમાં જોવા મળશે તો બીજી તરફ આઈઆઈઆઈટી રીસર્ચ ઈન્સ્ટિટયૂટ સ્થાપિત થવાથી ટેકનોલોજી અને ઈનોવેશનમાં પણ વધારો જોવા મળશે અને ડિજિટલ ક્ષેત્રે ઉતક્રાંતિ પણ સર્જાશે.

Loading...