Abtak Media Google News

ડેટા ઇઝ ધી કિંગ

પોલીસી ઘડવા ઉપયોગમાં લેવાતા ડેટામાં અસમાનતાના કારણે સરકારની સામે અનેક પડકાર

ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર અને ટીકટોક જેવા પ્લેટફોર્મની રણનીતિને નજર અંદાજ કરવાથી આવી શકે માઠા પરિણામ

ભારતમાં ડેટાના ઉપયોગ અને મુલ્યાંકન બાબતે યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે મસમોટું નુકશાન થઈ રહ્યું છે. ડેટાના મુલ્યાંકનમાં ઘોર બેદરકારીના કારણે વિકાસ રુંધાઈ રહ્યો છે તેવું તાજેતરમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અને સરકારના આંકડા વચ્ચેની અસમાન્તાના કારણે જણાય આવે છે.

ડેટાના મુલ્યાંકનમાં રાખવામાં આવેલી કચાસનો દાખલો તાજેતરમાં જ સામે આવ્યો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના આંકડા મુજબ વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૭-૧૮ દરમિયાન ભારતની વપરાશ ૮.૮ ટકા ઘટી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખોરાકની ખપતમાં પણ ૧૦ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. જો આ આંકડા સાચા હોય તો ગરીબીનું પ્રમાણ આસમાને પહોંચ્યું હોય તેવું સાબીત થાય પરંતુ સરકારના આંકડા કંઈક જૂદુ જ કહી રહ્યા છે. સરકારના આંકડા મુજબ ભારતનું ર્અથતંત્ર વાર્ષિક ૭ ટકાના દરે ગતિ કરી રહ્યું છે. જે વિશ્વની સૌથી ઝડપી ર્અથતંત્ર છે. વપરાશ-ખપતના કારણે જ ભારતનું ર્અથતંત્ર ગતિ કરતું હોવાનું સરકારનું કહેવું છે. બીજી તરફ જીએસટી કે સેલ્સ ટેકસની ઉઘરાણીમાં આવેલો વધારાની દલીલ પણ સામે મુકવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટર સાયકલ સહિતની વસ્તુઓનું વેંચાણ કેવી રીતે વધ્યું તેવા પ્રશ્ન પણ પુછાય છે. માટે બન્ને નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અને સરકાર વચ્ચેના આંકડામાં રહેલી કચાસથી સરકારને પોલીસી ઘડવામાં મુશ્કેલી પડી શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. સોશ્યલ મીડિયાના સમયમાં ફેસબુક, ટ્વીટર, ગુગલ અને ટીકટોક સહિતના પ્લેટફોર્મ લોકોને મફતમાં સેવાનો લાભ આપી ડેટા એકઠો કરે છે. લોકોને નકામો લાગતો આ ડેટા ધીમે ધીમે અતિ કિંમતી સાબીત થાય છે. ફેસબુક, ટવીટર, વોટ્સએપ ડેટા વેંચીને મસમોટી કમાણી કરતા હોવાના આક્ષેપો અવાર-નવાર થતાં હોય છે આવા સંજોગોમાં સરકાર પાસે હાજર પડેલો ડેટા પણ ઉપયોગમાં લઈ શકાય નહીં તેવી સ્થિતિ ખુબજ ગંભીર છે. વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરતા સોશ્યલ મીડિયા જાયન્ટસની જેમ રણનીતિ ઘડવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

આર્થિક અભ્યાસમાં લેવાતા ડેટા અંગે ઘણી વખત લોકો ખોટુ બોલતા હોય અવા ખોટી વિગત આપતા હોય તેવું બનતું હોય છે. ઉત્તરપ્રદેશ કે બિહારમાં આર્થિક અભ્યાસ સમયે લોકો ગરીબી રેખા નીચે હોવાનું રટણ કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ હોય છે. પરિણામે મોટા સર્વેમાં જાહેર થતાં આંકડામાં ગેપ જોવા મળે છે. આ ગેપ બાદ આ આંકડાઓના મુલ્યાંકનમાં પણ બેદરકારી રાખવામાં આવે છે જેથી ગ્રામ્ય વિસ્તારો, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં રણનીતિ ઘડવામાં સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટેકનોલોજી આગળ છે. પરંતુ સંસઓના આંકડામાં અસમંજસતા ડેટાની અસામનતાી ટેકનોલોજીનો ફાયદો ઉઠાવી શકતી નથી.

વોટ્સએપને અંકુશમાં રાખવા સરકાર સફાળી જાગી

ફેસબુક અને વોટ્સએપ દ્વારા ડેટાનો ગેરઉપયોગ તો હોવાના આક્ષેપો અવાર-નવાર થાય છે. અમેરિકા અને બ્રિટન સહિતના વિકસીત દેશો આવી કંપનીઓ સામે કડક પગલા લેવામાં આવે છે. ભારતમાં તાજેતરમાં વોટ્સએપના કારણે ઈઝરાયલથી સ્પાયવેરથી અનેક લોકોના ડેટા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. આવા સંજોગોમાં આ મામલો સંસદમાં પહોંચ્યો છે. કોંગ્રેસના નેતા શશી થરુની આગેવાનીમાં પાર્લામેન્ટરી કમીટીની રચના થઈ છે. ૩૧ સભ્યોની આ કમીટી દ્વારા વોટ્સએપને અંકુશમાં રાખવાના પગલા લેવાશે. આવો બનાવ ફરીથી ન બને તે માટે કેન્દ્ર સરકાર શું પગલા લઈ રહી છે તેનો જવાબ આ કમીટી માંગી રહી છે. અગાઉ પણ ભારતમાંથી ડેટા બહાર લઈ જવાનો મુદ્દો વિવાદનું કારણ બન્યો હતો ત્યારે સંસદમાં આજે આ મુદ્દો ફરી ઉઠયો હતો. આગામી સમયમાં વોટ્સએપ કે અન્ય પ્લેટફોર્મને કાબુમાં કઈ રીતે રાખી શકાય તે વિષયે ચર્ચા ઉગ્ર બનશે.

અપુરતી વિગતોએ ગ્રામ્ય વિસ્તારને પછાત રાખ્યો

ડેટા એકઠા કરતી વખતે દાખવાયેલી બેદરકારીના કારણે ઘણા વિસ્તારોની વિગતો અપુરતી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની યોજનાઓનો લાભ મળતો નથી. રણનીતિ ઘડવામાં ડેટાનો ઉપયોગ તો હોય અપુરતી વિગતોના કારણે ખેતીને સૌથી વધુ નુકશાન યું છે. ગ્રામ્ય વિસ્તારોના સામાજીક અને આર્થિક ડેટા મોટી સંસઓ દ્વારા એકત્ર કરવામાં આવતા હોય છે. સરકાર સો સંલગ્ન આ સંસઓ દ્વારા ઘણી વખત ભૂલચૂક થતી હોય છે. આ કચાસના કારણે ખેતી અને પશુ પાલનને લગતી અનેક યોજનાઓ ઘડવામાં ભુલચુક થતી હોવાની ચર્ચા છે.  ડેટામાં અસામાનતા કે ભુલચૂક હોવાના કારણે આર્થિક ક્ષેત્રનો યોગ્ય ચિત્તાર સરકાર પાસે જતો નથી. પરિણામે લોકોને લાભથી વંચિત રહેવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.