Abtak Media Google News

નિર્ધારિત ચાર્જ વસુલી સાંજે ત્રણ કલાક રોડ પર પાથરણાવાળાઓને ધંધો કરવાની છુટ આપવાની ફાઈલ કમિશનરના ટેબલ સુધી પહોંચી

અમદાવાદની માફક રાજકોટમાં પણ દર રવિવારે મુખ્ય રાજમાર્ગો પર કલોથ માર્કેટ ભરાવવા લાગી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. યાજ્ઞિક રોડ પર મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ રવિવારે ઉમટી પડે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. દરમિયાન મહાપાલિકા દ્વારા દર રવિવારે સાંજે ત્રણ કલાક માટે દસ્તુર માર્ગ પર પાથરણાવાળાઓને બેસવાની મંજુરી આપવામાં આવી તેવી સંભાવના જણાય રહી છે.

યાજ્ઞિક રોડ ઉપર દર રવિવારે ધંધો કરતા પાથરણાવાળાઓએ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને એવા મતલબની રજુઆત કરી હતી કે દર રવિવારે સાંજે ૫ થી ૮:૩૦ કલાક દરમિયાન શહેરના દસ્તુરમાર્ગ પર રોડની બંને સાઈડ તેઓને ધંધો કરવાની છુટ આપવામાં આવે. આ માટે મહાપાલિકા દ્વારા નિયત કરેલો ચાર્જ ભરવા પણ તેઓ તૈયાર છે. દરમિયાન એસ્ટેટ વિભાગ દ્વારા આ અંગે એક ફાઈલ બનાવવામાં આવી છે. જે મ્યુનિસિપલ કમિશનરના ટેબલ સુધી પહોંચી ગઈ છે. સંભવત: આગામી દિવસોમાં આ ફાઈલને મંજુરી આપી દેવામાં આવશે અને હવેથી દર રવિવારે દસ્તુર રોડ પર સાંજના સમયે પાટ પાથરણાવાળાઓને ધંધો કરવાની છુટ અપાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.