Abtak Media Google News

લક્ષ્મીવાડી હવેલીના બાવાશ્રીની પ્રેરક ઉપસ્થિતિ: મંગલ અવસરમાં સર્વે વૈષ્ણવ સૃષ્ટી જોડાઈ

રાજકોટ: રંગોના પર્વ એવા તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફૂલફાગ મહોત્સવ ઉજવાઈ રહ્યાં છે. એવી જ રીતે શેઠ અમરચંદ માધવજી દશા સોરઠીયા વણીક વિદ્યાલય બોર્ડીંગ રાજકોટ ખાતે તાજેતરમાં હોરી કે રસીયા પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરાયું હતું.Vlcsnap 2019 03 18 10H53M15S59

આ અવસરે લક્ષ્મીવાડી હવેલીના બાવાશ્રી ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરને તમામ વૈષ્ણવોએ મન ભરીને માણ્યો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સભ્યો મહોત્સવને સફળ બનાવવા છેલ્લા ઘણા દિવસથી મહેનત કરી રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમ ધામધુમથી સંપન્ન થતાં સૌએ ધન્યતા અનુભવી હતી. સમસ્ત દશા સોરઠીયા વણીકજનોએ લાભ લેતા આનંદ મંગલનો માહોલ સર્જાયો હતો.

હોરી કે રસીયા કાર્યક્રમનો બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધોVlcsnap 2019 03 18 10H53M42S57

વણીક બોર્ડીંગ ખાતે હોરી કે રસીયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રસીયા કાર્યક્રમનો બધા વૈષ્ણવો લાભ લઈ શકે તે માટે ગ્રાઉન્ડ પણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેથી બધા ભક્તજનો, વૈષ્ણવો રસીયાનો મહારાજ સાથે લાભ લઈ શકે, નાચે અને આનંદથી ઉત્સવ ઉજવે તેવા હેતુથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. – વણીક બોર્ડીંગના ટ્રસ્ટી અતુલ કોઠારી

શેઠ અમરચંદ માધવજી દશા સોરઠીયા વણીક ટ્રસ્ટ ૧૦૬ વર્ષ જૂનુંVlcsnap 2019 03 18 10H55M15S230

રાજકોટ વણીક બોર્ડમાં યોજાયેલા હોરી કે રસીયા કાર્યક્રમમાં વણીક બોર્ડીગના ટ્રસ્ટી ભુપેન્દ્ર ગોરધનદાસ ભુપતાણીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શેઠ અમરચંદ માધવજી દશા શ્રીમાળી સોરઠીયાવાડી વિદ્યાલય ટ્રસ્ટ ૧૦૬ વર્ષ જૂનુ છે. આ ટ્રસ્ટમાં હોરી કે રસીયા કાર્યક્રમ યોજાયો જેમાં હજારો વૈષ્ણવોએ ઉલ્લાસભેર ભાગ લીધો છે. હોળીનો પર્વ નજીક આવે ત્યારે નાથદ્વારામાં મોટો પ્રસંગ ઉજવાય છે તેને અનુ‚પ રાસોત્સવ તથા હોરી રસીયા કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે. સમાજના દરેક આગેવાનોએ ભાવિકોને પધારવા અને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.– ભુપેન્દ્ર ગોરધનદાસ ભુપતાણી (ટ્રસ્ટી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.