Abtak Media Google News

૧૧મી નવેમ્બરે સેવાર્થીઓનું સન્માન સહિત અનેક વિધ પ્રકલ્પનું લોકાર્પણ કરાશે

આણદાબાવા સ્વામી દેવપ્રસાદ મહારાજ અને સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં અનેકો પરમાર્થી નારી રત્નોનું વિશિષ્ટ બહુમાન

ઢસા વિરાણી પરિવાર નું વાત્સલ્ય સંપ સંયમ અને સહકાર ને જીવન મંત્ર બનાવી સને ૧૯૬૮ ખેત ઓજાર નું  વિરાણી બ્રધર્સ  કેન્દ્ર શરૂ કર્યા ને ૫૦ વર્ષ પૂર્ણ કરી ગરથ કરતા ગરિમા ની સર્વોપરિતા સર કરતા વિરાણી પરિવાર નું સ્લોગન સંપ સંયમ અને સહકારથી  ભરેલું ધર સ્વર્ગ સમાન છે

ખેત ઓજારો ના વેપાર સાથે કૃષિકારો સાથે પ્રમાણિક વેપાર સાથે પરસ્પર એકયતા ભાતૃપ્રેમ પરોપકાર જેવા ઉમદા સદગુણો ની પરંપરા ને પ્રણામ કરતા વિરાણી પરિવાર નું અદભુત વાત્સલ્ય ગરથ કરતા ગદગદિત કરતી ગરિમા મેળવી છે

આ સુવર્ણ અવસરે સારા કાર્યો કરતા સેવારતી જંગમી તીર્થંકર સમાં કર્મઠ મહાનુભવો જેમણે સેવા ની પગદંડી ને વિરાટ  પથરેખા બનાવી દરેક જીવાત્મા ના કલ્યાણ ની કાયમી કામના કરી તેવા સેવાતીર્થો ના સૂત્રધાર જ્યોતિધરો ઢસા ગૌશાળા ના સ્થાપક સ્વ પ્રાણજીવનદાસ મહેતા નું સ્મૃતિ સન્માન એવમ હીરાણા ગામે વિવિધ પ્રકલ્પ નું પરોક્ષ લોકાર્પણ માનવ કલ્યાણ ની અવરીત વહેતી ગંગા માનવસેવા એ જ માધવ સેવા ને મંત્ર બનાવી માનવતા મસ્તક વીલ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ખીમજીભાઈ દેવાણી ભગવાન શ્રી ધનવંતરી ના કૃપાપાત્ર તબીબ ડો એન કે રાજપરા ડો લાખાણી સરદાર પટેલ કેળવણી ધામ ના ધરમશીભાઈ મોરડીયા પ્રમુખ સેવક સરદાર ધામ ના ગગજીભાઈ સુતરીયા દીકરી ઓ ના પાલકપિતા પી પી સવાણી ગ્રુપ ના મહેશભાઈ સવાણી દેશ ના જવાનો ના શુભ ચિંતક મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ના શ્રી નનુભાઈ સાવલિયા ટીમ્બિ માનવ સેવા હોસ્પિટલ ના ભૂમિ દાતા વાત્સલ્ય નો ઘેઘુર વડલો માતૃ શ્રી મનુબેન લવજીભાઈ ભીગરાડીયા દામ્પત્ય જીવન ના પ્રહરી શ્રી મતિ શારદાબેન રમેશભાઈ ધામેલીયા ગં સ્વ શાંતાબેન રવજીભાઈ બારૈયા સહિત ગઢડા તાલુકા ના અનેક સેવા રત્નો નું બહુમાન કરી ને અનોખી ઉજવણી નું દીપ પ્રાગટય ગં સ્વ નંદુબા ગં સ્વ સમજુબા ગં સ્વ રૈયાબા ના વરદ હસ્તે  કરતા વિરાણી પરિવાર પર વાત્સલ્ય મૂર્તિ શ્રી પ પૂ સ્વામી શ્રી દેવપ્રસાદજી મહારાજ આણદાબાવા સેવા સંસ્થાન પૂ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી છારોડી ગુરુકુલ અમદાવાદ ના આશીર્વાદ થી ઉજવણી કરાશે.

સામાન્ય ખેડૂત પરિવાર ના સ્વ પૂ પ્રાગજીબાપા અને ગણેશબાપા એ સને ૧૯૬૮ માં ગઢડા તાલુકા ના ઢસા ખાતે વિરાણી મશીનરી ના નામે શરૂ કરેલ પ્રતિષ્ઠાન  ની ૫૦ મી શાલગીરા તા ૧૧/૧૧/૨૦૧૮ ને રવિવાર ના રોજ અનોખી ઉજવણી કરતું વિરાણી પરિવારે વાણિજ્ય વિકાસ સાથે સંપ સંયમ અને સહકાર ના ઉમદા ગુણો થી વારસા માં મળેલ સંસ્કાર અને સિદ્ધાંતો સાથે પરોપકાર પરમાર્થ જેવી સેવા પ્રવૃત્તિ ઓ માં દિવેલ રૂપ બનતા રહ્યા છે એટલે ગરથ કરતા ગદગદિત કરતી ગરિમા સર્વત્ર માનવ સમાજ માટે દિવાદાંડી રૂપ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.